મીઠાપુર તાબેના સુરજકરાડી વિસ્તારમાં રહેતા પ્રભુદાસ ખીમદાસ અગ્રાવત નામના 55 રામાનંદી સાધુ આધેડની આરંભડા સીમ વિસ્તારમાં આવેલી પરચુરણ માલસામાનની દુકાન ગત તારીખ 8ના રોજ રાત્રીથી શનિવારે સવારે 8 વાગ્યા સુધીના સમયગાળામાં તસ્કરોએ ખાતર પાડયું હતું. આ દુકાનના રહેલો ખાદ્યતેલનો એક ડબ્બો તેમજ રૂપિયા 900 રોકડા અને અન્ય ચીજવસ્તુઓ મળી કુલ રૂ. 4,100 ના મુદ્દામાલની ચોરી થવા સબબ મીઠાપુર પોલીસ મથકમાં ધોરણસર ફરિયાદ નોંધાવવામાં આવી છે.
મીઠાપુર પોલીસ કલમ 380 તથા 457 મુજબ ગુનો નોંધી તસ્કરોની શોધખોળ હાથ ધરી છે. અન્ય એક બનાવમાં ખંભાળિયા- દ્વારકા ધોરીમાર્ગ ઉપર ચાલી રહેલા જ્યારે ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટના બામણાસા ગામના પાટિયાથી ભાટીયા ગામ તરફ જતા ધોરીમાર્ગ પર રોડના નિર્માણના કામ દરમિયાન રોડની સાઈડ ઉપર ઝાડ ફરતે રાખવામાં આવેલા 92 ટ્રી ગાર્ડની છેલ્લા પાંચેક દિવસના સમયગાળા દરમિયાન ચોરી થયાનું ખુલવા પામ્યું છે.
આમ, પ્રોજેક્ટ સાઈટ પરથી રૂ.16,560/- ની કિંમતના ટ્રી ગાર્ડની ચોરી થવા સબબ કંપની કર્મચારી અને હાલ ભાટિયા ખાતે રહેતા અને મૂળ હિંમતનગર તાલુકાના વિમલભાઈ શ્યામલભાઈ વર્મા (ઉ.વ. 37)ની ફરિયાદ પરથી કલ્યાણપુર પોલીસે આઈ.પી.સી. કલમ 379 મુજબ ગુનો નોંધ્યો છે.
દ્વારકા જિલ્લામાં વિચિત્ર ચોરીના બે બનાવ
મીઠાપુરમાં કરિયાણાની દુકાનમાંથી તેલ, રોકડ રકમ સહિતની ચીજવસ્તુઓ ઉસેડી જતા તસ્કરો : કલ્યાણપુરમાં ઝાડ ફરતે રાખવામાં આવેલા 92 ટ્રી ગાર્ડની ચોરી