જામનગર શહેરમાં વુલનમીલ નજીક સર્કલ પાસેથી એસઓજીની ટીમે બાતમીના આધારે દેશી બનાવટી રિવોલ્વર સાથે શખ્સને ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથધરી હતી.
આ અંગેની વિગત મુજબ જામનગર શહેરમાં વુલનમીલ પાસેના મહાકાળી સર્કલ નજીકથી એક શખ્સ રિવોલ્વર સાથે પસાર થવાની એસઓજીના મયુદ્દીન સૈયદ, રમેશ ચાવડા અને દોલતસિંહ જાડેજાને મળેલી બાતમીના આધારે જિલ્લા પોલીસવડા દિપન ભદ્રનની સુચનાથી એસઓજી પીઆઇ એસ.એસ.નિનામાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ આર.વી.વિછી તથા ટીમ દ્વારા રાહીલ ઉર્ફે ગટુ હુસૈન બ્લોચ નામના નવાગામ ઘેડમાં રહેતાં શખ્સને આંતરીને તલાસી લેતાં તેના કબ્જામાંથી રૂા.15,000ની કિંમતની દેશી બનાવટની ગેરકાયદેસર રિવોલ્વર મળી આવતાં ધકપકડ કરી ગુનો નોંધી પુછપરછ હાથધરી હતી.
જામનગરમાં વુલનમીલ નજીકથી દેશી રિવોલ્વર સાથે શખ્સ ઝડપાયો
એઓજીની ટીમે શખ્સને દબોચ્યો : વધુ પુછપરછ હાથધરી