Monday, December 30, 2024
Homeરાષ્ટ્રીયએસઆઇટી સમક્ષ કેન્દ્રીય ગૃહ રાજયમંત્રીના પુત્ર આશિષને પરસેવો છૂટી ગયો

એસઆઇટી સમક્ષ કેન્દ્રીય ગૃહ રાજયમંત્રીના પુત્ર આશિષને પરસેવો છૂટી ગયો

- Advertisement -

- Advertisement -

લખીમપુર હિંસા કેસના મુખ્ય આરોપી કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી અજયમિશ્ર ‘ટેની’ના પુત્ર આશીષની એસઆઇટીની ટીમે લગભગ 12 કલાક પૂછપરછ કરી હતી. આશીષે ઘટના સ્થળે હાજર ન હોવાનો દાવો કર્યો. એસઆઇટી ટીમ સમક્ષ તેણે દંગલ કાર્યક્રમના 13 વીડિયો પણ રજૂ કયા પરંતું તે સાબિત ન કરી શક્યો કે તે ઘટના બની તે દરમિયાન દંગલમાં જ હાજર હતો.

આશીષ એસઆઇટી ટીમે પૂછેલા સવાલોમાં ખૂબ જ મૂંઝવણમાં મૂકાયા હતા. એક સમય તો એવો આવ્યો કે વકીલે વચ્ચે પડવું પડ્યું હતું. જોકે ટીમે તાત્કાલિક જ વકીલને વચ્ચે ન બોલવા ટકોર કરી હતી. પોલીસના સૂત્રોના જણાવ્યા મુજબ, જેમ-જેમ પૂછપરછનો સમય વધી રહ્યો હતો, તેની ચિંતા વધી રહી હતી. તેના ચહેરા પર ધરપકડનો ડર સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો. સાંજે 5 વાગ્યે તેની ધરપકડની તૈયારીને જોતા જ તેના હોશ ઉડી ગયા હતા.

- Advertisement -

ડીઆઇજી ઉપેન્દ્ર અગ્રવાલ અને લખીમપુરના એસડીએમએ દ્વારા પૂછપરછમાં આશીષ મિશ્રએ પોતાના પક્ષમાં લગભગ 13 વીડિયો અને 10 લોકોના સોગાંદનામા રજૂ કર્યા. જેમાં તેણે પોતે ઘટના બની તે દરમિયાન દંગલમાં હાજર હોવાનો દાવો કર્યો. જોકે તે દંગલમાં પોતાની ઉપસ્થિતિ વીડિયોમાં સાબિત ન કરી શક્યો.

એક જ વીડિયોમાં બીજા કપડામાં દેખાવવાના કારણે તે એ સાબિત ન કરી શક્યો કે તેણે કપડા ક્યારે અને શાં માટે બદલ્યા. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ, દંગલમાં લગભગ 2 કલાક આશીષ હાજર નહોતો. જોકે તેનો તે હજી સુધી હિસાબ આપી શક્યો નથી.

- Advertisement -

આશીષે પોતાના પક્ષમાં રજૂ કરેલા લગભગ 13 વીડિયોના રેકોર્ડિંગના ટાઈમિંગથી લઈને તેની વાસ્તવિકતાની તપાસ માટે એસઆઇટીટીમે ફોરેન્સિક તપાસની વાત કરી છે. તેના માટે ડીજીપીમુખ્યાલયને લેખિતમાં માંગ કરવામાં આવશે.

એસઆઇટીટીમના સવાલની આગળ આશીષના જવાબ ફેલ થઈ ગયા છે. તે એક વખત પણ સાબિત ન કરી શક્યો કે ઘટનાના સમયે તે હાજર નહોતો. તેની કાર ત્યાં કઈ રીતે પહોંચી. તેના જેવો દેખાતો અને કપડા પહેરેલો વ્યક્તિ કોણ હતો? જે કાર હતો. આ સવાલો પર આશીષે મૌન રાખ્યું છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular