ગેસ સીલીન્ડર, પેટ્રોલ, ડીઝલ વગેરેમાં ભાવવધારો અસહ્ય બનતા લોકો ત્રાહિમામ પોકારી રહ્યા છે પેટ્રોલ-ડિઝલ સહિતના ભાવવધારાને કારણે અનાજ, તેલ, શાકભાજી વગેરે જીવન જરૂરિયાતની ચીજવસ્તુના ભાવ આસમાને પહોંચ્યા છે.
ત્યારે હાલમાં નવરાત્રી પર્વ ચાલુ હોય જામનગર શહેર મહિલા કોંગ્રેસ દ્વારા પ્રમુખ રંજનબેન ગજેરાની આગેવાનીમાં લાલબંગલા સર્કલે અનોખો વિરોધ પ્રદર્શન કાર્યક્રમ યોજાયો હતો. મહિલા કોંગ્રેસ દ્વારા મોંઘવારીના રાસગરબા યોજી ભાવવધારા સામે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ તકે જામનગર શહેર મહિલા કોંગ્રેસ પ્રમુખ રંજનબેન ગજેરા, જિલ્લા કોંગ્રેસ મહિલા પ્રમુખ નયનાબા જાડેજા, કોર્પોરેટર રચનાબેન નંદાણિયા, જેનબબેન ખફી, કોંગ્રેસ અગ્રણી સહારાબેન મકવાણા સહિતના કોંગ્રેસના મહિલા કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.