ગુજરાત ભાજપા દ્વારા સમગ્ર રાજ્યમાં જન આશિર્વાદ યાત્રાનો આજથી પ્રારંભ કરાયો છે. જેમાં જામનગરમાં કેબિનેટ મંત્રી કિરીટસિંહ રાણાના નેજા હેઠળ સાંસદ પૂનમબેન માડમ અને પૂર્વ મંત્રી આર.સી.ફળદુ, ધર્મેન્દ્રસિંહ જાડેજા, શહેર ભાજપા પ્રમુખ ડો. વિમલ કગથરા, મહામંત્રી વિજયસિંહ જેઠવા, પ્રકાશભાઈ બામણિયા, મેરામણભાઈ ભાટુ સહિતના આગેવાનો આ યાત્રામાં જોડાયા હતાં. યાત્રાનો પ્રારંભ આજે સવારે ખંભાળીયા બાયપાસ પાસે આવેલા સ્વામીનારાયણ મંદિરથી થયો હતો ત્યારપછી વોર્ડ નં. 11માં ગુલાબનગર પેટ્રોલ પંપ પાસે યાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું જ્યાંથી યાત્રો ચેમ્બર ઓફ કોમર્સ હોલ પાસે પહોંચી 78 વિધાનસભા વિસ્તારના વોર્ડ નં. 10 અને 12માં અને ત્યાંથી સુભાષબ્રિજ પર આવેલી સુભાષચંદ્ર બોઝની પ્રતિમા પાસે પહોંચી હતી જ્યાં પ્રતિમાને પુષ્પાંજલી અર્પણ કરી ત્રણ દરવાજા પાસે ટ્રાન્સપોર્ટ એસો. દ્વારા સ્વાગત બાદ ગ્રેઇનમાર્કેટ નજીક ધી સીડઝ એન્ડ ગ્રેઇન મર્ચન્ટ એસો. દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું.
આ જનઆશિર્વાદ યાત્રા વોર્ડ નં. 10માં દિપક સિનેમાં ત્યાંથી ચાંદી બજાર વિસ્તાર થઇ માંડવી ટાવરથી હવાઇચોક વિસ્તારમાં પહોંચીને વિર શહિદ ભગતસિંહની પ્રતિમાને પુષ્પાંજલી અર્પણ કરી હતી. ઉપરોકત જનસમર્થન યાત્રા ખીજડા મંદિરે દર્શન કરશે જયારે વોર્ડ નં. 16ના પવનચકકી વિસ્તારમાં થઇને વોર્ડ નં. 15માં ઓશવાળ હોસ્પીટલ પાસે મહાજન સમાજના આગેવાનો દ્વારા સ્વાગત કરવામાં આવશે.
કેબીનેટ મંત્રી કિરીટસિંહ રાણાની જનઆશિર્વાદ યાત્રાને બે કલાકનો વિરામ અપાયા પછી બપોરે રણજીતનગર વિસ્તારમાં આવેલી લોખંડી પુરૂષ સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલી અર્પણ કર્યા પછી વોર્ડ નં. 8માં પટેલ સમાજ દ્વારા સ્વાગત કરવામાં આવશે. જયાંથી બપોરે 4 વાગ્યે આગળ વધીને પ્રણામી સ્કૂલ પાસે પહોંચશે ત્યાં સ્વાગત કરાશે તેમજ 4:15 વાગ્યે રોઝી પેટ્રોલ પંપ પાસે ફેકટરી ઓનર્સ એસો.ના હોદ્દેદારો તેમજ જી.આઇ.ડી.સી.પ્લોટ હોલ્ડર એસો. દ્વારા સ્વાગત કરવામાં આવશે જયાંથી 4:30 વાગ્યે સત્યમ કોલોની પાસે પહોંચશે અને આહિર સમાજ દ્વારા સ્વાગત કરવામાં આવશે. ત્યારપછી 4:45 વાગ્યે વોર્ડ નં. 7માં એમ્યુઝમેન્ટ પાર્ક પાસે સ્વાગત થશે 5 વાગ્યે ઓમ ટ્રેનિંગ સેન્ટર દ્વારા સ્વાગત કરાશે. ઉપરાંત વોર્ડ નં. 6માં માલધારી હોટલ નજીક મહેર સમાજની વાડી પાસે સ્વાગત કરાશે, જયાંથી 5:20 વાગ્યે રીલાયન્સ પેટ્રોલ પંપ પાસે પહોંચતા ગુજરાત રાજય યુવક બોર્ડના સભ્યો દ્વારા સ્વાગત કરવામાં આવશે. ત્યારપછી શરૂસેકશન રોડ પર શિવમ પેટ્રોલ પંપ નજીક 5:25 વાગ્યે જી.એમ.બી. યુનિયન દ્વારા સ્વાગત કરાશે.
જયાંથી આગળ વધીને વોર્ડ નં. 5માં વી-માર્ટ પાસે તેમજ પંચવટી વિસ્તારમાં જય માતાજી ગ્રુપ દ્વારા સ્વાગત કરવામાં આવશે. જયાંથી જનઆશિર્વાદ યાત્રા આગળ વધીને ડી.કે.વી. સર્કલ પાસે 6 વાગ્યે પહોંચશે અને સ્વામી વિવેકાનંદજીની પ્રતિમાને પુષ્પાંજલી કરવામાં આવશે જયાં વોર્ડ નં. 3ના કાર્યકરો દ્વારા સ્વાગત કરાશે અને ત્યાંથી આગળ વધી 6:20 વાગ્યે અંબર ચોકડી ચર્ચ પાસે સ્વાગત કરાયા પછી 6:30વાગ્યે આણદાબાવા સેવા સંસ્થામાં દર્શન કરવામાં આવશે. જયાંથી 7 વાગ્યે લાલબંગલા સર્કલમાં પહોંચી ડો. બાબાસાહેબ આંબેડકર અને રાજેન્દ્રસિંહની પ્રતિમાને પુષ્પાંજલી અર્પવામાં આવશે. જયાંથી આગળ વધી 7:15 વાગ્યે જામનગર જિલ્લા રાજપૂત સમાજની વિવિધ સાત જેટલી સંસ્થાઓ દ્વારા સ્વાગત કરવામાં આવશે અને જન સમર્થન યાત્રા સભાના રૂપમાં ફેરવાઇ જશે.