Monday, December 23, 2024
Homeરાજ્યહાલારકાલાવડની કારાવડી નદીમાં ન્હાવા પડેલા યુવાનનું ડૂબી જતાં મોત

કાલાવડની કારાવડી નદીમાં ન્હાવા પડેલા યુવાનનું ડૂબી જતાં મોત

તરતા આવડતુ ન હોવાથી પાણીમાં ડૂબી ગયો : તળાવની પાળ પાસેથી વૃદ્ધનો મૃતદેહ સાંપડયો : સફાઈ કરતા સમયે વૃદ્ધનું હૃદયરોગના હુમલાથી મૃત્યુ

- Advertisement -

કાલાવડ નજીક જીવાપર ગામના રોડ પર આવેલી કારાવડી નદીમાં ન્હાવા પડેલા યુવાનનું પાણીમાં ડૂબી જવાથી મોત નિપજ્યું હતું. જામનગર શહેરમાં તળાવની પાળ પાસે ઝેરી પદાર્થ પીધેલ વૃદ્ધને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવતા જ્યાં તેમનું મોત નિપજ્યું હતું. જામનગરના બેડીમાં રહેતા વૃધ્ધનું હૃદયરોગનો હુમલો આવતા મોત નિપજ્યું હતું.

આ અંગેની વિગત મુજબ, પ્રથમ બનાવ કાલાવડ ગામમાં જીવાપર રોડ પર આવેલી મોમાઈ કોલોનીમાં રહેતા કેશુભાઇ ગગજીભાઈ પાટડિયા (ઉ.વ.43) નામના શ્રમિક યુવાન ગુરૂવારે સવારના સમયે તેના ઘર સામે આવેલી કારાવડી નદીમાં ન્હાવા ગયા હતાં અને તે દરમિયાન કપડા ધોવાની છીપર ઉપર સેવાળના કારણે પગ લપસી જતા ઉંડા પાણીમાં ગરક થઈ જતા ડૂબી જવાથી મોત નિપજ્યું હતું. આ અંગેની જાણના આધારે હેકો એસ.એસ. જાડેજા તથા સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો અને મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી મૃતકના ભાઈ ગીરધરના નિવેદનના આધારે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

બીજો બનાવ, જામનગર શહેરમાં તળાવની પાળે ગેઈટ નં.1 પાસે ગત તા.5 ના રોજ રાત્રિના સમયે આશરે 70 વર્ષનો અજાણ્યો પુરૂષ કોઇ ઝેરી પદાર્થ પીધેલી હાલતમાં મળી આવતા તેને સારવાર માટે જી.જી.હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેમનું સારવાર કારગત નિવડે તે પૂર્વે મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગેની દર્શનભાઇ દ્વારા જાણ કરાતા પીએસઆઇ વી.કે. રાતિયા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઈ મૃતદેહનો કબ્જો સંભાળી આગળની તપાસ હાથ ધરી હતી.

ત્રીજો બનાવ, જામનગર શહેરના બેડીમાં ઈકબાલ ચોક વિસ્તારમાં રહેતા દેવાભાઈ અરશીભાઇ જાદવ નામનો વૃદ્ધ ગુરૂવારે સાંજના સમયે જૂના દેશી દવાખાના પાસે ગટરની સફાઇ કરતા હતા તે દરમિયાન એકાએક છાતીમાં દુ:ખાવો થવાથી બેશુદ્ધ થઈ જતા સારવાર માટે જી.જી.હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં તેમનું મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગે કાનજીભાઈ દ્વારા જાણ કરાતા એએસઆઈ કે.કે. નારિયા તથા સ્ટાફે મૃતદેહનો કબ્જો સંભાળી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular