Saturday, December 6, 2025
Homeરાજ્યજામનગરજામનગરમાં ધંધામાં ખેંચતાણના કારણે યુવકની આત્મહત્યા

જામનગરમાં ધંધામાં ખેંચતાણના કારણે યુવકની આત્મહત્યા

બિહારના વતની એવા યુવકે ગળેફાંસો ખાઈ જિંદગી ટૂંકાવી: પોલીસ દ્વારા તપાસ

જામનગર શહેરના ગોકુલનગર સાયોના શેરી વિસ્તારમાં ભાડે મકાનમાં રહેતાં યુવકે વ્યવસાયમાં આર્થિક સંકળામણથી કંટાળીને તેના ઘરે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કર્યાના બનાવમાં પોલીસે તપાસ હાથ ધરી હતી.

આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરના ગોકુલનગર વિસ્તારમાં આવેલા સાયોના શેરીમાં ભોગાભાઈના મકાનમાં ભાડે રહેતા મૂળ બિહારના વતની બજરંગભાઈ દિલીપભાઈ રામ (ઉ.વ.20) નામના મજૂરીકામ કરતા યુવકને ધંધામાં ખેંચતાણને હિસાબે મનમાં લાગી આવતા મંગળવારે રાત્રિના સમયે તેના ઘરે રૂમમાં ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી આ અંગેની મૃતકના ભાઈ સહદેવસિંહ દ્વારા જાણ કરાતા એએસઆઈ ડી.જે. જોશી તથા સ્ટાફ ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular