Wednesday, December 25, 2024
Homeરાજ્યદ્વારકાના શિવરાજપુરના બ્લુ ફ્લેગ બીચ ખાતે મંત્રી કિરીટસિંહ રાણાના હસ્તે આઈકોનીક વીકની...

દ્વારકાના શિવરાજપુરના બ્લુ ફ્લેગ બીચ ખાતે મંત્રી કિરીટસિંહ રાણાના હસ્તે આઈકોનીક વીકની ઉજવણીનો પ્રારંભ

- Advertisement -

દેવભૂમિ દ્વારકા જિલ્લાના “બ્લુ ફ્લેગ બીચ” શિવરાજપુર ખાતે “આઝાદી કા અમૃત મહોત્સવ” અંતર્ગત વન અને પર્યાવરણ મંત્રી કિરીટસિંહ રાણાના અધ્યક્ષસ્થાને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સ્વપ્નને સાકાર કરવા સ્વચ્છ ભારતની નેમ સાથે ગુજરાતના એક માત્ર શિવરાજપુર બીચને વર્ષ 2021-22 માટે પુનઃ બ્લુ ફ્લેગ બીચ તરીકે આંતરરાષ્ટ્રીય સ્તરે જાહેર કરવામાં આવ્યો છે. જે અંગેની જાહેરાત અને રાષ્ટ્રીય સ્તરે પર્યાવરણ જાગૃતિ માટે “આઈકોનીક વીક”ની ઉજવણીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત મંત્રીના હસ્તે “બ્લુ ફ્લેગ બીચ” શિવરાજપુર પર ફ્લેગ હોસ્ટીંગ અને રેતશિલ્પનું પ્રદર્શનનું ઉદ્ઘાટન પણ કરવામાં આવ્યું હતું.

- Advertisement -



આ પ્રસંગે પ્રાસંગિક ઉદ્દબોધન કરતાં મંત્રીએ જણાવ્યું હતું કે “ન ભૂતો ન ભવિષ્યતિ” – પર્યાવરણ બચાવવું એ આપણા સૌની ફરજ છે, ગુજરાતના ગૌરવ એવા આ બ્લુ ફ્લેગ બીચ પર પર્યાવરણ બચાવવા માટેના આ કાર્યક્રમમાં ઉપસ્થિત હોવાનો મને આનંદ છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સ્વચ્છ ભારતનું સુંદર સુત્ર આપ્યું છે. જેના આચરણ થકી શિવરાજપુરના આ સ્વચ્છ અને રમણીય બ્લુ ફ્લેગ બીચને આંતરરાષ્ટ્રીય સ્તરે સ્થાન મળ્યું છે. જે સૌ માટે ગૌરવની બાબત છે. સામાજિક, આર્થિક અને શૈક્ષણિત રીતે લોકો સક્ષમ બની રહ્યા છે, અને સાચા અર્થમાં આત્મનિર્ભર ભારતનું સ્વપ્ન સાકાર થઈ રહ્યું છે.



સ્વચ્છ ભારતની નેમ સાથે દેશ અને દુનિયામાં ગુજરાત એક મોડેલ તરીકે નામના મેળવે તે દિશામાં રાજ્ય સરકાર કાર્ય કરી રહી છે. શિવરાજપુરનો બ્લુ ફ્લેગ બીચએ દ્વારકાધીનના મંદીરે દર્શને આવતા પ્રવાસીઓ માટે પ્રવાસનનું સ્થળ બની રહ્યો છે. પર્યાવરણનું આપણા જીવનમાં ખુબ મહત્વ છે, જેથી આપણે સંતુલિત વિકાસ સાથે સંતુલિત પર્યાવરણના સુત્ર સાથે કાર્ય કરવું જોઈએ તેમ પણ તેમણે જણાવ્યું હતુ.

- Advertisement -



આ કાર્યક્રમમાં પૂર્વ ધારાસભ્ય પબુભા માણેકએ શિવરાજપુરના બ્લુ ફ્લેગ બીચના પ્રવાસન સ્થળ થકી દ્વારકાનો નકશો જાણે બદલાઈ રહ્યો છે અને દ્વારકા વિકાસની દિશામાં સતત આગેકૂચ કરી રહ્યું છે તેમ જણાવ્યું હતુ.     રાષ્ટ્રગીતથી શરૂ કરવામાં આવેલા આ કાર્યક્રમમા પર્યાવરણ જાગૃતિ વિષયે યોજાયેલ ચિત્ર સ્પર્ધાના વિજેતાઓને ઈનામ વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે શિવરાજપુર બ્લુ ફ્લેગ બીચની ડોક્યુમેન્ટરી ફિલ્મનું પ્રદર્શન અને શિવરાજપુર બીચ ખાતે આગેવાનોના હસ્તે વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં સ્વાગત પ્રવચન કૃપાબેન ઝા એ કર્યુ હતું. આભારવિધી જિલ્લા કલેક્ટર એમ.એ.પંડ્યાએ કરી હતી. આ પ્રસંગે મંત્રી કિરીટસિંહ રાણાએ જગત મંદીર ખાતે ભગવાન દ્વારકાધીશના દર્શન કરી આરતીનો લાભ પણ લીધો હતો.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular