Thursday, December 26, 2024
Homeરાષ્ટ્રીયવિશ્વ બેંકે કહ્યું, વેક્સિનની રાહ જોયા વગર શાળાઓ શરૂ કરી દો

વિશ્વ બેંકે કહ્યું, વેક્સિનની રાહ જોયા વગર શાળાઓ શરૂ કરી દો

- Advertisement -

પુરાવાઓ સંકેત આપી રહ્યાં છે કે નાના બાળકોને કોરોના થવાની શક્યતા ઓછી હોવાથી શાળાઓ શરૂ કરતા પહેલા દેશોએ સર્વવ્યાપી કોવિડ-19 વેક્સીનેશનની રાહ જોવાની જરૂર નથી તેમ વર્લ્ડ બેંકે એક નિવેદનમાં જણાવ્યું છે. વર્લ્ડ બેંકની એજયુકેશન ટીમે જણાવ્યું છે કે જે દેશોમાં શાળાઓ શરૃ કરી દેવામાં આવી છે ત્યાં નાના બાળકોને થયો હોવાના ખૂબ જ ઓછા કેસ જોવા મળ્યા છે. વર્લ્ડ બેંકની એજ્યુકેશન ટીમે વધુમાં જણાવ્યું છે કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને પણ ભલામણ કરી છે કે કોરોનાની સ્થિતિ ખૂબ જ વકરી જાય તો જ શાળાઓ બંધ રાખવી જોઇએ. વર્લ્ડ બેંકે જણાવ્યું છે કે અત્યાર સુધીના પુરાવા દર્શાવે છે કે નાના બાળકો કોરોના થવાની શક્યતા ઓછી છે, કોરોનાને કારણે તેઓ ગંભીર રીતે બિમાર પડે તેનીશક્યતા પણ ખૂબ જ ઓછી છે, કોરોનાને કારણે બાળકનું મોત થાય તેની શક્યતા પણ ખૂબ જ ઓછી છે. પૂર્વ પ્રાથમિક અને પ્રાથમિક શાળાઓેમાં કોરોના ટ્રાન્સમિશનનું પ્રમાણ ખૂબ ઓછું છે. બાળકોને કોરોના થયું હોય તો તેના કારણે શિક્ષકો અને સ્ટાફને કોરોના થવાની શકયતા ખૂબ જ ઓછી છે.વર્લ્ડ બેંકે વધુમાં જણાવ્યું છે કે કોરોના થવાના ખતરાને કારણે શાળાઓ બંધ રાખવામાં આવે છે પણ શાળાઓ બંધ રાખવાથી બાળકોને મોટા પ્રમાણમાં નુકસાન થઇ રહ્યું છે. શાળાઓ બંધ રાખવાથી બાળકોની શીખવાની વૃત્તિ, માનસિક આરોગ્ય અને સમગ્ર વિકાસ પર ગંભીર અસરો પડી રહી છે. શાળાઓ શરૂ કરતા પહેલા શાળાઓ બંધ રાખવાથી શું નુકસાન થઇ રહ્યું છે અને શાળાઓ ચાલુ રાખવાથી શું નુકસાન થઇ રહ્યું છે તે બંનેની સમીક્ષા થવી જોઇએ.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular