જામનગર શહેરના ગુલાબનગર ઢાળિયા પાસે રહેતા શખ્સના મકાનમાંથી પોલીસે રેઇડ દરમિયાન 28 હજારની કિંમતની 56 બોટલ દારૂ સાથે ઝડપી લઇ પૂછપરછ દરમિયાન બે શખ્સોની સંડોવણી ખુલ્લી હતી.
આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરના ગુલાબનગર ઢાળિયા પાસે રહેતા જાવીદ સુલેમાન સમા નામના રીક્ષા ચલાવતા શખ્સના મકાનમાં દારૂનો જથ્થો હોવાની બાતમીના આધારે સિટી બી ડીવીઝન પોલીસે રેઈડ દરમિયાન તલાસી લેતા મકાનમાંથી રૂા.28 હજારની કિંમતની દારૂની 56 બોટલો મળી આવતા જાવીદની અટકાયત કરી પૂછપરછ હાથ ધરતા આ દારૂનો જથ્થો ફૈઝલ અબ્દુલ ખેરાણી અને હુશેન અકબર બ્લોચ નામના જામનગરના બન્ને શખ્સોએ સપ્લાય કર્યો હોવાનું જણાવ્યું હતું. જેના આધારે પોલીસે ત્રણ શખ્સો વિરુધ્ધ ગુનો નોંધી બે સપ્લાયરની શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.
જામનગરના ગુલાબનગરમાં મકાનમાંથી દારૂનો જથ્થો ઝડપાયો
56 બોટલ દારૂ સાથે શખ્સ ઝબ્બે : બે સપ્લાયરોના નામ ખુલ્યા