Monday, December 23, 2024
Homeરાજ્યમોટી ખાવડીમાંથી ભરેલા 40 લાખના પ્લાસ્ટિકના દાણાંની છેતરપિંડી

મોટી ખાવડીમાંથી ભરેલા 40 લાખના પ્લાસ્ટિકના દાણાંની છેતરપિંડી

33 ટન દાણાં હરિયાણા પહોંચાડવાના બદલે બારોબાર વેંચી માર્યા : દિલ્હીના શખ્સ વિરુધ્ધ પોલીસ ફરિયાદ

- Advertisement -

જામનગર જિલ્લાના મોટી ખાવડીમાં આવેલી ખાનગી કંપનીમાંથી પ્લાસ્ટિકના દાણા ભરેલો ટ્રક હરિયાણા પહોંચાડવાના બદલે 40 લાખના દાણા બારોબાર વેચી નાખી છેતરપિંડી આચર્યાની ટ્રાન્સપોર્ટરની ફરિયાદના આધારે પોલીસે આગળની તપાસ આરંભી હતી.

આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરમાં રહેતા ટ્રાન્સપોર્ટર પ્રેમકુમાર દલાલ નામના યુવાને મોટી ખાવડી સ્થિત ખાનગી કંપનીમાંથી એચઆર-46-ડી-7248 નંબરના ટ્રકમાં રૂા.40,50,655 ની કિંમતના 33 ટન પ્લાસ્ટિકના દાણાં ભરીને હરિયાણાના હાસી ખાતે સ્થિત ધી સૂર્યા ઈન્ડસ્ટ્રીઝમાં મોકલવા માટે રવાના કર્યા હતાં. આ 40 લાખના દાણાં ભરેલો ટ્રક હરિયાણા પહોંચાડવાના બદલે પ્રદીપ અતરસિંગ નામના દિલ્હીના શખ્સે દાણાં બારોબાર લઇ જઇ ટ્રાન્સપોર્ટર સાથે વિશ્ર્વાસઘાત કર્યો હતો. આ અંગેની જાણ પોલીસમાં કરાતા પીએસઆઈ કે.આર. સિસોદિયા તથા સ્ટાફે ટ્રાન્સપોર્ટરના નિવેદનના આધારે દિલ્હીના શખ્સ વિરુધ્ધ ગુનો નોંધી શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular