જામનગર તાલુકાના વિભાપર ગામમાં આવેલા બ્રાસપાર્ટના કારખાનામાં ટેબલના ખાનામાં રાખેલી રૂા.1.60 લાખની રોકડની પાંચ દિવસ પહેલાં થયેલી ચોરીના બનાવમાં પોલીસે ગુનો નોંધી તપાસ આરંભી હતી.
બનાવની વિગત મુજબ, જામનગર તાલુકાના વિભાપરમાં આવેલા હરીભાઈ જીવરાજભાઈ પણસારા નામના વૃદ્ધના કામનાથ બ્રાસ કાસ્ટીંગ નામના કારખાનામાંથી ગત તા.26 ના સાંજના 7 વાગ્યાથી તા.27 ની સવારના 6:15 વાગ્યા સુધીના સમય દરમિયાન અજાણ્યા તસ્કરોએ કારખાનાની પાછળની બારી તોડી પ્રવેશ કરી ટેબલના ખાનામાં રાખેલા રૂા.1.60 લાખની રોકડ રકમ ચોરી કરી ગયા હતાં. આ બનાવ અંગેની કારખાનાદારે પાંચ દિવસ બાદ જાણ કરતા પીએસઆઈ આર.ડી. ગોહિલ તથા સ્ટાફે ગુનો નોંધી તપાસ આરંભી હતી.
જામનગર તાલુકાના વિભાપરમાં કારખાનામાંથી રોકડની ચોરી
પાંચ દિવસ પૂર્વે તસ્કરો ત્રાટકયા : રૂા.1.60 લાખની રોકડ રકમની ચોરી સંદર્ભે પોલીસ દ્વારા તપાસ