જામનગર શહેરના નવાગામ ઘેડ વિસ્તારમાં રહેતા શખ્સના કબ્જામાંથી પોલીસે તલાસી લેતા આઠ બોટલ દારૂ મળી આવતા અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
દારૂના દરોડાની વિગત મુજબ, જામનગર શહેરમાં નવાગામ ઘેડ વિસ્તારમાં મધુવન સોસાયટી શેરી નં.2 માંથી પસાર થતા સાગર અશ્ર્વિન ડાભી નામનો શખ્સ પસાર થતો હતો જેને સિટી બી ડીવીઝન પોલીસ સ્ટાફે આંતરીને તલાસી લેતા તેના કબ્જામાંથી રૂા.4000 ની કિંમતની દારૂની આઠ બોટલો મળી આવતા પોલીસે સાગરની અટકાયત કરી દારૂ કબ્જે કરી વધુ પૂછપરછ હાથ ધરી હતી.
જામનગરના નવાગામ ઘેડમાંથી દારૂના જથ્થા સાથે શખ્સ ઝબ્બે
રૂા.4000 ની કિંમતની આઠ બોટલ દારૂ કબ્જે : પોલીસ દ્વારા વધુ પૂછપરછ