સુરતના ડુમ્મસ બીચ પર રોજે મોટી સંખ્યામાં સહેલાણીઓ ફરવા ઉમટી પડે છે. ઘણા લોકો દરિયાની મજા માણવા માટે પોતાની કાર દરિયા સુધી લઇ જતા હોય છે. અને અવાર નવાર કાર ફસાઈ જવાના કિસ્સાઓ સામે આવતા હોય છે. પરંતુ આજે તો પોલીસની પીસીઆર વાન જ દરિયામાં ફસાઈ ગઈ હતી. જેનો વિડીઓ સામે આવ્યો છે.
સહેલાણીઓને જોખમી દરિયાથી દુર રાખવા પોલીસની પીસીઆર વાન સતત રાઉન્ડ ઘી ક્લોક પેટ્રોલિંગ કરતી હોય છે. પણ લોકોને સમજાવવા ગયેલી પોલીસની પીસીઆર વાન આજે ખુદ એ કાદવમાં ફસાઈ ગઈ હતી.