જસદણ-વિછીયા રોડ પર આજે એક આઈસર પલટી મારી ગયું હતું. જેના CCTV સામે આવ્યા છે. CCTVમાં જોઈ શકાય છે કે પુરઝડપે આવી રહેલા આઈસરના ચાલકે બ્રેક મારતા અચાનક પલટી મારી ગયું હતું. તેની બાજુમાંથી એક કાર પસાર થઇ રહી હતી, પરંતુ સદનસીબે કોઈજાન હાની થઇ નથી.
જસદણ-વીંછીયા રોડ પર અવારનવાર અકસ્માતના બનાવો બની રહ્યા છે. હજુ ગઈકાલના રોજ પણ કપાસ ભરેલ એક આઈસર પલટી મારી જતાત્રણ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. વરસાદનું વાતાવરણ હોવાથી અવારનવાર વાહનો સ્લીપ થતા હોવાની ઘટનાઓ સામે આવી રહી છે.