Thursday, December 26, 2024
Homeરાજ્યદેવભૂમિ દ્વારકા તાલુકામાં સવારે જોરદાર વરસાદી ઝાપટુ

દેવભૂમિ દ્વારકા તાલુકામાં સવારે જોરદાર વરસાદી ઝાપટુ

થોડા સમયના વિરામબાદ મેઘરાજાની ફરી રી-એન્ટ્રી થી લોકોમાં ખુશીની લહેર

- Advertisement -

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી મેઘરાજાએ વિરામ રાખ્યો છે. આ વચ્ચે ઉઘાડ થતાં થોડી રાહતની લાગણી ફેલાઈ છે અને જનજીવન રાબેતા મુજબ ધબકતું થયું છે. ગઈકાલે પણ સમગ્ર જિલ્લામાં નોંધપાત્ર વરસાદ વરસ્યો નથી. આ વચ્ચે આજરોજ સવારે નવેક વાગ્યે દ્વારકા પંથકમાં એક જોરદાર ઝાપટું થોડો સમય વરસી જતા સાત મિલીમીટર પાણી વરસી ગયું હતું.

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આજે સવારે 10 વાગ્યા સુધીમાં સૌથી વધુ ભાણવડ તાલુકામાં 773 મી.મી. (109.96 ટકા), ખંભાળિયા તાલુકામાં 853 મી.મી. (109.08 ટકા), દ્વારકા તાલુકામાં 558 મી.મી. (108.68 ટકા) જ્યારે કલ્યાણપુર તાલુકામાં 817 મી.મી. (98.79 ટકા) વરસાદ વરસી ગયો હોવાનું નોંધાયું છે. આમ, જિલ્લામાં સરેરાશ 107 ટકા જેટલા વરસાદથી ચૌદ આની વર્ષ મનાય છે. જો કે જિલ્લાના 14 પૈકી અડધોઅડધ મોટા ડેમ હજુ સંપૂર્ણ ભરાયા નથી, પરંતુ નોંધપાત્ર પાણી સંગ્રહિત થઈ ગયું છે. ખંભાળિયા પંથકમાં આજે સવારે સવા દસેક વાગ્યે વરસાદનું એક જોરદાર ઝાપટું વરસી જતા માર્ગો ભીંજાયા હતા.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular