વીજ કર્મચારીઓના યુનિયન જીબીઆ દ્વારા કર્મચારીઓના પડતર પ્રશ્ર્ને લાંબા સમયની રજુઆતો બાદ સકારાત્મક નિરાકરણ નહીં આવતા છેવટે સરકારને જોરદાર ઝટકા આપવા બાંયો ચડાવાઇ છે. જેના અનુસંધાને આગામી તારીખ 5 મી ઓકટોબરના રોજ વીજ કર્મચારીઓ તમામ ઉતરી જશે.
જીબીઆ દ્વારા જણાવવામાં આવ્યું છે કે પીજીવીસીએલ કંપનીનું વિશાળ કાર્યક્ષેત્ર અને ઉકત પ્રસ્તુત કરેલ વિપરિત પરિસ્થિતિમાં કર્મચારીઓ/અધિકારીઓ દ્વારા 24*7 સાતત્યપૂર્ણ વીજ પુરવઠો મળી રહે અને રાજયની પ્રજાને હાલાકીનો સામનો કરવો ન પડે તે હેતુથી તનતોડ મહેનત કરેલ હોવા છતાં છેલ્લાં બે વર્ષથી કર્મચારીઓ અને અધિકારીની નીચેની કેડરની ભરતી, ખાલી જગ્યાઓ ભરવા, વિનંતીની બદલીઓ, પ્રમોશનનો તથા તેને સંલગ્ન કામગીરી કરવાને બદલે ફકત અને ફકત વિના કારણે અન્યાયી બદલીઓ કરવામાં ઉત્સાહ દાખવેલ છે. જેના લીધે કંપનીના કર્મચારીઓમાં નિરાશા અને રોષની લાગણી ફેલાયેલ છે. જેના લીધે તેમજ માનસિક યાતનાઓ ભોગવી રહ્યા છે જે પરત્વે એજીવીકેએસ,જીબીઆ અને સંકલન સમિત દ્વારા વારંવાર અને સમયાંતરે લેખીત, મૌખિક અને ટેલિફોનિક રજૂઆત કરવા છતાં તથા મિટીંગો કરવા છતાં કોઇ જ નકકર પરિણામ મળેલ ન હોઇ જેની સીધી ખરાબ અસર કંપનીના પર્ફોમન્સ પર પડી રહેલ છે જે કંપનીના હિતો અને કર્મચારીઓ/અધિકારીને ખુબ જ નુકસાનકર્તા સાબીત થનાર છે.
આથી કંપનીના કર્મચારીઓ ન્યાયિક હકકોના રક્ષણ માટે તેમજ મેનેજમેન્ટના અકકડ તથા ઘમંડી વલણ સામે એજીવીકેએસ સંઘ, જીબીઆ એસોશીએશન અને સંકલન સમિતિ દ્વારા આંદોલન કરવામાં આવશે.
પાંચમી ઓકટોબરથી હજારો વીજકર્મીઓ સામૂહિક રજા પર ઉતરી જશે
27મી થી 8 દિવસ કાળી પટ્ટી ધારણ કરી વિરોધ સાથે ફરજો બજાવશે