જુલાઇ-ઓગષ્ટમાં ચોમાસાએ ચિંતા ઉપજાવ્યા બાદ સપ્ટેમ્બરના પ્રારંભથી મેઘરાજાએ જામનગર સહિત સમગ્ર હાલારમાં કૃપા દ્રષ્ટિ કરી છે. પરિણામ સ્વરૂપ સચરાચર મેઘવૃષ્ટિને પરિણામે જામનગર શહેરની શાન સમું રણમલ તળાવ સતત ત્રીજા વર્ષે પાણીથી લબાલબ થયું છે. છેલ્લા બે વર્ષથી છલકાતું આવેલું રણમલ તળાવ આ વર્ષે પણ લગભગ છલકાવવાની સ્થિતિએ પહોંચી ગયું છે. હજુ પણ ચોમાસાના કેટલાક દિવસો બાકી હોય અને આગાહી જોતાં આ વર્ષે પણ છલકાઇ જવાની પૂરી સંભાવનાઓ જણાઇ રહી છે.