પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલ કેબીનેટની બેઠકમાં ટેલિકોમ સેક્ટર માટે રાહત પેકેજને મંજૂર કરી દીધું છે. કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે જણાવ્યું કે મોદી કેબિનેટે ઓટો અને ઓટો કમ્પોનેન્ટ સેક્ટર માટે પણ પીએલઆઇ સ્કીમને મંજૂરી આપી દીધી છે.
અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે ટેલિકોમ સેક્ટરમાં 9 મોટા સ્ટ્રક્ચરલ ફેરફાર થયા છે. ટેલિકોમ સેક્ટરમાં હવે ડિજિટલ ફોર્મેટમાં સિમ કાર્ડ ખરીદનાર ગ્રાહકોનું વેરિફિકેશન કરવામાં આવશે. દર વર્ષના અંતિમ ક્વાર્ટરમાં ઓક્શન કરવામાં આવશે. પ્રીપેડ માંથી પોસ્ટ પેડમાં જવા પર ફરીથી KYC નહીં કરવામાં આવે. સેલ્ફ ડિક્લેરેશનના આધાર પર ટાવરનું ઈન્સ્ટોલેશન કરવામાં આવશે. સરકાર ઈચ્છે છે કે સતત બદલતી ટેક્નોલોજીના આ સમય કંપનીઓ 4g/5g ટેક્નોલોજી ભારતમાં ડિઝાઇન કરીને તેને દુનિયાભરમાં નિકાસ કરે.
ટેલિકોમ સેક્ટરમાં હાલે જેટલા પણ બાકી લેણાં, જેટલી પણ કંપનીઓ પર બાકી લેણાં છે તેના માટે 4 વર્ષનું મોરેટોરિયમ મંજૂર કરવામાં આવ્યા છે. મોરેટોરિયમ અમાઉન્ટ પર ડ્યુ આપવાનું રહેશે. આ માટે વ્યાજ દર MCLR રેટ + 2 % છે. બેંકની બેલેન્સ સીટમાં ટેલિકોમ સેક્ટરથી સંકળાયેલ જે પણ એક્સપોઝર હતા તે ઓછા કરી દેવામાં આવશે.
કેન્દ્ર સરકારે નોન ટેલિકોમ કારોબારને AGRની મર્યાદામાંથી બહાર કરી દેવામાં આવ્યા છે. એજીઆરના સંકટનો સામનો કરી રહેલી કંપનીઓ માટે આ મોટા સમાચાર છે. તેની માંગ ટેલીકોમ કંપનીઓ પણ કરી રહી હતી. ટેલીકોમ કંપનીઓના મંથલી ઇન્ટરેસ્ટ રેટને હવે વાર્ષિક કરી દેવામાં આવ્યા છે. આ સિવાય પેનલ્ટીમાં પણ રાહત આપવામાં આવી છે. સ્પેક્ટ્રમનો ગાળો પણ 20 વર્ષથી વધારી 30 વર્ષ કરી દેવામાં આવ્યો છે. ટેલીકોમ ઓપરેટર્સ બાકીને લઈને મોરેટોરિયમ લઈ શકશે. તે ચાર વર્ષ માટે કરવામાં આવ્યું છે. જે ટેલીકોમ ઓપરેટર આ વિકલ્પ પસંદ કરે છે તેણે સરકારને વ્યાજ પણ આપવું પડશે.