Thursday, December 26, 2024
Homeરાજ્યખંભાળિયાના હાલાર તિર્થ આરાધનાધામ ખાતે પર્યુષણ મહાપર્વની ઉલ્લાસભેર ઉજવણી

ખંભાળિયાના હાલાર તિર્થ આરાધનાધામ ખાતે પર્યુષણ મહાપર્વની ઉલ્લાસભેર ઉજવણી

પ્રભુ મહાવીર સ્વામીના જન્મ વાંચન સહિતના કાર્યક્રમોમાં જૈન શ્રેષ્ઠીઓની ખાસ ઉપસ્થિતિ

- Advertisement -

ખંભાળિયા-જામનગર માર્ગ પર આવેલા સુપ્રસિદ્ધ હાલાર તિર્થ-આરાધના ધામ ખાતે તાજેતરમાં પર્યુષણ મહાપર્વની ઉમંગભેર ઉજવણી કરવામાં આવી હતી.

આરાધના ધામ ખાતે ધર્માચાર્ય વજ્રસેન વિજયજી મ.સા.ની દિવ્ય કૃપા તથા પ.પૂ.આ. મનમોહનસૂરિજી મ.સા. અને પ.પૂ.આ. હેમપ્રભસૂરિજી મ.સા.ની પ્રેરણાથી પર્યુષણ મહાપર્વના મંગળવારે પાંચમાં દિવસે ત્રીશલામાતાને આવેલા ચૌદ સ્વપ્નની ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે મહાવીરસ્વામી ભગવાનના જન્મનું વાંચન ટ્રસ્ટી રમેશભાઈ સાવલાએ કહ્યું હતું. આ સાથે ઢોલ-નગારા અને વાદ્યો વગાડી અને જન્મોત્સવની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી.

હાલાર તિર્થ-આરાધનાધામ સંસ્થાના સમગ્ર સ્ટાફ પરિવારે ઉછામણીનો લાભ સારા પ્રમાણમાં લીધો હતો. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન ટ્રસ્ટી રાજેશભાઈ ખીમસીયાએ કર્યું હતું. પોતાના સુંદર કંઠથી સ્તવનો બોલી બધાને ભક્તિમાં તરબોળ કર્યા હતા. આ પ્રસંગે ટ્રસ્ટી અનુપભાઈ ગુઢકા પણ ઉપસ્થિત રહ્યા હતા. નજીકની રિલાયન્સ ટાઉનશીપના જૈન પરિવારો આ વર્ષે કારણોસર આવી શક્યા નહોતા. પરંતુ ત્યાં જ સંજયભાઈ કોઠારીના માર્ગદર્શન મુજબ ચૌદ સ્વપ્નની ઉજવણી થઈ હતી. અહીં મહાવીરસ્વામીના જન્મ વાંચન કરી ઉજવણી કરવામાં આવી હતી. પ્રભુ મહાવીરની અંગ રચના કરેલ તેમજ તપશ્ર્ચર્યાઓ ચાલી રહી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular