લાલપુર તાલુકાના કાનાલુસ ગામની સીમમાં આવેલી લેબર કોલોનીમાં રહેતાં યુવાનની તબિયત લથડતા સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. જામનગર શહેરની જી.જી.હોસ્પિટલમાં પટાંગણમાંથી બેશુદ્ધ હાલતમાં મળી આવેલા અજાણ્યા પુરૂષનું મોત નિપજ્યું હતું.
આ અંગેની વિગત મુજબ, લાલપુર તાલુકાના કાનાલુસ ગામની સીમમાં આવેલા લેબર કોલોની 8 માં રહેતા આકાશ દેધીભાઈ યાદવ (ઉ.વ.26) નામના શ્રમિક યુવાનની ગત તા.3 ના રોજ સાંજના સમયે તબિયત લથડતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેની સારવાર કારગત નિવડે તે પૂર્વે સોમવારે સાંજના સમયે મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. બનાવ અંગેની ભાવેશ કટારિયા દ્વારા જાણ કરાતા એએસઆઈ એ.ઓ.કુરેશી તથા સ્ટાફે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
બીજો બનાવ, જામનગર શહેરની જી.જી.હોસ્પિટલના પટાંગણમાં સબરી ઘર પાસેથી 50 વર્ષના અજાણ્યા પુરૂષના શરીરમાં ગેંગરીન થવાની તબીયત લથડતા બેશુદ્ધ હાલતમાં સારવાર માટે જી.જી.હોસ્પિટલમાં ખસેડવામાં આવતા જ્યાં તેમનું મોત નિપજ્યું હતું. બનાવ અંગે હિતેશગીરી ગોસાઈ દ્વારા જાણ કરાતા પીએસઆઈ એસ.એમ. રાદડિયા તથા સ્ટાફે મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી મૃતકની ઓળખ મેળવવા કાર્યવાહી હાથ ધરી હતી.
લાલપુર તાલુકાના કાનાલુસમાં બીમારી સબબ યુવાનનું મોત
તબિયત લથડતા હોસ્પિટલમાં સારવાર કારગત ન નિવડી : જી.જી.હોસ્પિટલના પટાંગણમાંથી અજાણ્યા પુરૂષનો મૃતદેહ સાંપડયો