Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરપર્યૂષણ પર્વ નિમિત્તે રોશની-આંગી દર્શન

પર્યૂષણ પર્વ નિમિત્તે રોશની-આંગી દર્શન

- Advertisement -

જામનગરમાં જૈનોના પવિત્રપર્વ પર્વાધિરાજ પર્યૂષણ પર્વની આસ્થાભેર ઉજવણી થઇ રહી છે. આવતીકાલે દેરાવાસી જૈનોની મહાવીર જયંતિ હોય, તે પૂર્વે મહાવીરસ્વામીના જન્મ કલ્યાણક, જન્મપૂર્વે માતાના ગર્ભાવસ્થા વખતે આવેલા 14 સ્વપ્નના મહારાજ સાહેબો દ્વારા વાંચન સહિતના ધાર્મિક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે. ગઇકાલે પર્યૂષણ પર્વના ત્રીજા દિવસે શહેરમાં આવેલા ચાંદીબજાર દેરાસરમાં રોશનીથી શણગારેલા જિનાલયોમાં શેઠજી દેરાસરમાં વિક્રમભાઇ એન્ડ પાર્ટી દ્વારા ભાવના ભણવવામાં આવી હતી તથા રાત્રીજગોની ઉજવણીમાં મોટી સંખ્યામાં જૈનોએ લાભ લીધો હતો.

- Advertisement -

ઉપરાંત મોટા શાંતિનાથ દેરાસર, ચોરીવારૂ દેરાસરમાં રાત્રે દેરાસરના પટાંગણમાં ઓશવાળ ભાઇઓ દ્વારા બેન્ડ વગાડી ભક્તિ કરવામાં આવેલ હતી. ઉપરાંત પોપટ ધારશી દેરાસર, પેલેસ દેરાસર, દિગ્વિજ્ય પ્લોટ દેરાસર, કામદાર કોલોની દેરાસર, મેહુલનગર દેરાસર, પટેલ કોલોનીમાં આવેલ શંખેશ્વર પાર્શ્ર્વનાથ દેરાસરમાં પણ ગઇકાલે બહેનો દ્વારા રાત્રીજગોની ઉજવણી કરવામાં આવી હતી. સાધના કોલોનીમાં આવેલ દેરાસર વિગેરે જિનાલયોમાં બહારથી તથા દેરાસરની અંદર રોશની શણગાર તથા ભગવાનને આંગી શણગાર કરવામાં આવ્યો હતો. જેનો લાભ શહેરના જૈન તથા જૈનેતર શ્રાવક-શ્રાવિકાઓએ દર્શનનો લાભ લઇ ધન્યતા અનુભવી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular