Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરજામ્યુકો સંચાલિત મધ્યાહન ભોજન શાખા દ્વારા ભાવના મુદ્દે તેલના ડબ્બાની હરાજી મોકૂફ...

જામ્યુકો સંચાલિત મધ્યાહન ભોજન શાખા દ્વારા ભાવના મુદ્દે તેલના ડબ્બાની હરાજી મોકૂફ રખાઇ

- Advertisement -

જામનગર મહાનગરપાલિકા દ્વારા સંચાલિત મધ્યાન ભોજન શાખા દ્વારા લોકડાઉન સમયે યોજના બંધ રહેવાથી એકત્ર થયેલા તેલના ડબ્બાની હરાજીની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. પરંતુ ભાવના મુદ્દે મડાગાંઠ સર્જાયા પછી 10 મિનિટમાં જે હરાજીની પ્રક્રિયા બંધ કરી દઇ હરાજી મોકૂફ રાખવામાં આવી છે.

- Advertisement -


આ અંગેની વિગત મુજબ, જામનગર મહાનગરપાલિકા સંચાલિત મધ્યાન ભોજન યોજના શાખા દ્વારા તાજેતરમાં એક જાહેરાત પ્રસિધ્ધ કરીને તેલના ડબ્બાની હરાજી રાખવામાં આવી હતી. લોકડાઉનના સમયગાળા દરમિયાન મધ્યાન ભોજન યોજના બંધ હોવાથી તેલના ડબ્બા એકત્ર થયા હતા જે 22 તેલના ડબ્બાનું વેચાણ હરાજી મારફતે કરવાના ભાગરૂપે જામનગર, રાજકોટ સહિતના વેપારીઓએ હરાજીની પ્રક્રિયામાં ભાગ લેવા માટે આવ્યા હતા. જેમાં મહાનગરપાલિકા દ્વારા જે સમયે જાહેરાત અપાઇ હતી. તેમાં 70 રૂપિયાના ડબ્બાનો ભાવ જાહેર કરાયો હતો. પરંતુ હરાજીની પ્રક્રિયા સમયે મહાનગરપાલિકા દ્વારા એવી ચોખવટ કરવામાં આવી હતી કે, 70 રૂપિયા કિલોના તેલનો ભાવ નકકી કરાયો છે.

જેથી વેપારીઓએ હરાજીની પ્રક્રિયા અધુરી છોડી દીધી હતી અને આખરે આજે હરાજી મોકૂફ રાખવામાં આવી છે. તેલના ડબ્બાનો આયાત જથ્થો કે જે અખાદ્ય બની ગયો હોવાથી આટલા ઊંચાભાવમાં હરાજી શકય ન હોવાનું વેપારીઓ દ્વારા જણાવાયું હતું.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular