વૈશ્વિક સ્તરે કોવિડના વધતાં જતાં કેસ પાછળ માગને લઇને ચિંતાના કારણે ક્રૂડના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે અને તે ત્રણ મહિનાનાં તળિયા પર ટ્રેડ થઇ રહ્યા છે. બ્રેન્ટ ક્રૂડ વાયદો ગુરૂવારે 3 ટકાથી વધુના ઘટાડે 66 ડોલરની સપાટી તોડી 65.90 ડોલરના સ્તરે ટ્રેડ થયો હતો. લગભગ દોઢ મહિના અગાઉ બનાવેલી 77.84 ડોલરની ટોચ પરથી તે 15 ટકા જેટલા તૂટી ચૂકયા છે. યુએસ ખાતે ડબ્લ્યૂટીઆઇ ક્રૂડ વાયદો પણ 63.90 ડોલરની મે મહિના પછીની નીચી સપાટી પર ટ્રેડ થયો હતો.
ક્રૂડના ભાવમાં સતત છઠ્ઠા ટ્રેડિંગ દિવસે નરમાઇ જોવા મળી હતી. કોવિડ કેસમાં વૃધ્ધિ ઉપરાંત યુએસ ખાતે ગેસોલીનની ઇન્વેન્ટરી આશ્ર્ચર્યકારક રીતે ઉંચી જોવા મળી હતી. યુએસ ડોલરમાં પણ બે ધ્વિસમાં ઝડપી સુધારાને કારણે કોમોડિટીઝમાં સમગ્રતયા સેન્ટિમેન્ટ નરમ પડયું હતું. બેઝ મેટલ્સ પણ મહત્વના સપોર્ટ નીચે ઉતરી ગયાં હતાં. પ્રતિક્રિયા દર્શાવ્યા બાદ બાઉન્સ થયું હતું. કેમકે યુએસ ખાતે ઇન્ફલેશનની ચિંતાવધુ ઘેરી બની છે. ટેકનિકલ એનાલિસ્ટસના મતે બ્રેન્ટ ક્રૂડ જો 65 ડોલરનું સ્તર તોડશે તો 60 ડોલર સુધી ગગડી શકે છે.
બીજી બાજુ દેશમાં તેલ કંપનીઓએ સતત બીજા દિવસે ડીઝલના ભાવમાં ઘટાડો કર્યો હતો. ગુરૂવારે અમદાવાદમાં ડીઝલમાં 20 પૈસાનો ઘટાડો થતાં રૂા.96.34 ભાવ થયો છે. જોકે,પેટ્રોલના ભાવમાં ઘટાડો નોંધાયો ન હતો. પેટ્રોલની વાત કરવામાં આવે તો છેલ્લે 15 એપ્રિલના રોજ પેટ્રોલના ભાવ ઘટયા હતાં. પરંતુ તે પછી 40 વાર તેમાં વધારો નોંધાયો હતો.
ક્રૂડનાં ભાવો તળિયા તરફ, છતાં દેશમાં ઇંધણ મોંધાદાટ
ભાવઘટાડાનો લાભ ગ્રાહકોને ન મળી રહ્યો હોય, પ્રજાનો મોટો વર્ગ નારાજ-ગુસ્સાની લાગણી