જામનગર તાલુકાના આમરાથી જીવાપર જવાના માર્ગ પર અબોલ પશુઓને કતલખાને લઇ જવા માટે બાંધી રાખ્યા હોવાની જાણના આધારે પોલીસે સ્થળ પર પહોંચી જઈ 20 અબોલ પશુઓને છોડાવી આઠ શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
આ અંગેની વિગત મુજબ, જામનગર તાલુકાના આમરા થી જીવાપર જવાના માર્ગ પર નિર્જન વિસ્તારમાં 20 નંદીઓને કતલખાને લઇ જવા માટે ક્રુરતાપૂર્વક બાંધી રાખ્યા હતાં. આ જાણ થતા પ્રતિક ભટ્ટ દ્વારા પોલીસમાં જાણ કરવામાં આવી હતી. જેના આધારે પોલીસે સંયુકત ઓપરેશન હાથ ધરી 20 નંદીઓને મુકત કરાવી પાંજરાપોળ મોકલવા કાર્યવાહી હાથ ધરી હતી તેમજ આ અબોલ પશુઓને કતલ ખાને લઇ જવા માટે સોહિલ ઈબ્રાહિમ ખીરા, વનરાજ ગેલા પરમાર, અભેશ મોહન સીંધવ, ગેલા પદમા પરમાર, રસીક ધુડા સીંધવ, કરણ ગેલા પરમાર, ફારુક ઉર્ફે કારો પરમાર, રૂડો ઉર્ફે વિજય પરમાર સહિતના આઠ શખ્સો વિરૂધ્ધ પશુ સંરક્ષણ અધિનિયમ હેઠળ ગુનો નોંધી શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.