આઝાદી અમૃત મહોત્સવ અંતર્ગત આઝાદી 75 વર્ષની ઉજવણી સમગ્ર ગુજરાતમાં યુવા ભાજપ દ્વારા મેરેથોન અને સાયકલના યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેના ભાગરુપે જામનગરની જનતાનું સ્વાસ્થ્ય સારું રહે તેવી હેતુથી ભારતીય જનતા યુવા ભાજપ દ્વારા યાત્રા મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું હતું. આશરે 1000થી વધુ (મહિલા, બાળકો, જનરલ તથા વિકલાંગ) સહિતના લોકોએ ભાગ લીધો હતો. જેમાં બાળકોની કેટેગરીમાં જાડેજા રૂષિરાજસિંહ, મિત રાયઠઠ્ઠા, ચંદ્રેશ્ર્વર મહેતા, ૐ જેઠવા, જય રાવળીયા, મહિલા કેટેગરીમાં માજી કાજલ, કદાવડા જયમીન, મિસ્ત્રી માહી, કટેશીયા મિતલ, ડાભી શિતળ તથા જનરલ કેટેગરીમાં જયરાજસિંહ જાડેજા, જાડેજા મનજીતસિંહ જોગેન્દ્રસિંહ, કરણ જોડ, કૃષ્ણાનંદ તિવારી, વનરાજગીરી અપારનાથીએ અનુક્રમે એકથી પાંચમુ સ્થાન પ્રાપ્ત કર્યું હતું. વિશેષથી આ દોડમાં વિકલાંગ બાળકોએ પણ ભાગ લીધો હતો.
આ તકે ભારતીય જનતા પાર્ટી શહેર અધ્યક્ષ ડો. વિમલભાઇ કગથરા, રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા, મહામંત્રી પ્રકાશભાઇ બાભંણીયા, વિજયસિંહ જેઠવા, મેરામણભાઇ ભાટુ, મેયર બીનાબેન કોઠારી, સ્ટે. કમિટી ચેરમેન મનીષભાઇ કટારીયા, ડે.મેયર તપન પરમાર, શાસકપક્ષ નેતા કુસુમબેન પંડયા, દંડક કેતન ગોસરાણી, શિક્ષણ સમિતિ ચેરમેન આકાશ બારડ, યુવા મોરચા અધ્યક્ષ દિલીપસિંહ જાડેજા, મહામંત્રી વિરલભાઇ બારડ, ચિંતન ચોવટીયા સહિત શહેર સંગઠનના હોદ્દેદારો, પદાધિકારીઓ, યુવા મોરચાની ટીમ, મહિલા મોરચા, કિશાન મોરચા સહિત તમામ મોરચાઓના પદાધિકારીઓ, કોર્પોરેટરો, વોર્ડ સમિતિના હોદ્ેદારો, પદાધિકારીઓ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં. ભારતીય જનતા પાર્ટી મીડિયા વિભાગના ભાર્ગવ ઠાકરની અખબારી યાદીમાં જણાવવામાં આવેલ છે.