જામનગર તાલુકાના અલિયા ગામથી વીજરખી જવાના માર્ગ પરથી પૂરઝડપે બેફીકરાઈથી પસાર થતા અજાણ્યા વાહને ગોલાઈ પર બાઈક સાથે ઉભેલા યુવાનને ઠોકરે ચડાવી હડફેટે લેતા ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું.
અકસ્માતના બનાવની વિગત મુજબ, જામનગર તાલુકાના વીજરખી ગામના વાડી વિસ્તારમાં રહી ખેતમજૂરી કરતા સંજય ઈન્દ્રસિંહ માવી (ઉ.વ.28) નામનો યુવાન રવિવારે સાંજના સમયે અલિયા ગામથી વીજરખી જવાના માર્ગ પરની ગોલાઈમાં બાઈક રાખી ઉભો હતો તે દરમિયાન પૂરઝડપે બેફીકરાઈથી આવતા અજાણ્યા વાહનચાલકે યુવાનને ઠોકરે ચડાવી હડફેટે લેતા શરીરે તથા માથામાં ગંભીર ઈજા પહોંચતા ઘટનાસ્થળે જ યુવાનનું મોત નિપજ્યું હતું. બનાવની જાણના આધારે પીએસઆઈ એસ.પી. સોઢા તથા સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો અને મૃતદેહનો કબ્જો સંભાળી મૃતકના ભાઈ કમલેશના નિવેદનના આધારે અજાણ્યા વાહન ચાલક વિરૂધ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
જામનગરના વીજરખી નજીક અજાણ્યા વાહને ઠોકર મારતા યુવાનનું મોત
બાઈક સાથે ગોલાઈ પર ઉભો હતો તે દરમિયાન અકસ્માત: શરીરે અને માથામાં ગંભીર ઈજા પહોંચતા ઘટના સ્થળે જ પ્રાણપંખેરું ઉડી ગયું