ધ્રોલ તાલુકાના સોયલ ગામની સીમમાં મહિલા ઉપર તેણીના બનેવી, જેઠ અને બહેનના સસરા સહિતના ત્રણ શખ્સોએ લોખંડના પાઇપ વડે હુમલો કર્યાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.
બનાવની વિગત મુજબ, ધ્રોલ તાલુકાના સોયલ ગામના વાડીવિસ્તારમાં રોકાવા આવેલા ચંદ્રીકાબેન પૃથ્વીરાજસિંહ રાઠોડ નામના મહિલા ઉપર તેણીના બહેનના જેઠ સંજય ઘેલા નકુમ, બનેવી અશ્વિન ઘેલા નકુમ, અને બહેનના સસરા ઘેલા મધા નકુમ નામના ત્રણ શખ્સોએ શુક્રવારે સવારના સમયે તે દરબારના ઘરમાં લગ્ન કર્યા હોય અને પોતાના ઘરમાં કામની મદદ માટે આવ્યુનું સારૂં નહિં લાગતા ચંદ્રિકાબેન અને તેની બહેન સાથે ત્રણેય શખ્સોએ બોલાચાલી કરી ગાળો કાઢી લોખંડના પાઇપ વડે અને ઢીકાપાટુંનો મારમારી ઝપાઝપી કરી પતાવી દેવાની ધમકી આપી હતી. હુમલામાં બંને બહેનોને ઇજા પહોંચી હતી. બનાવની જાણ કરાતાં હેકો.કે.ડી.કામરીયા તથા સ્ટાફે ત્રણ શખ્સો વિરૂધ્ધ ગુન્હો નોંધી તપાસ હાથ ધરી હતી.