પંજાબના પટિયાલામાં એક કારચાલકે પોલીસકર્મીને ટક્કર મારી છે. જેનો વિડીઓ સામે આવ્યો છે. જેમાં જોઈ શકાય છે કે પોલીસકર્મીએ સુરક્ષા તપાસમાં કાર રોકી. આ પછી ડ્રાઇવરે અચાનક કાર સ્ટાર્ટ કરી. પોલીસકર્મી કારની સામે ઉભા હતા જેને કારચાલકે ઠોકર મારતા દેઓ દુર સુધી ઘસેડાયા. હાલ તેઓને ઈજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
ડીએસપી હેમંત શર્માએ જણાવ્યું છે કે કાર ચાલક ચેકિંગથી બચવા માટે પોલીસકર્મીને ફટકાર્યા બાદ ભાગી ગયો હતો. તેમણે કહ્યું કે ઘાયલ પોલીસકર્મીની સારવાર ચાલી રહી છે. અને કારચાલકની તપાસ શરુ કરવામાં આવી છે.