સ્વાતંત્ર્ય પર્વ પહેલા જ મધ્યપ્રદેશમાં એક મોટી દુર્ઘટના સર્જાઈ છે. ગ્વાલિયરમાં મહારાજ વાડા સ્થિત કાર્યાલય પર આજે તિરંગો લહેરાવતી વખતે ક્રેન (હાઈડ્રોલીક મશીન)તુટવાથી 3લોકોના મૃત્યુ થયા છે. અને એક વ્યક્તિ ઘાયલ થતાં હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી છે. ઘટનાની જાણ થતાં જ રેસ્ક્યુ ટીમ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
મૃતકોમાં ફાયરમેન કુલદીપ દંડોતીયા, પ્રદીપ રાજોરીયા અને ચોકીદાર વિનોદ શર્માનો સમાવેશ થાય છે. ત્યારે અન્ય એક ફાયરમેન મંજર આલમ ઘાયલ થયા છે. આ સમગ્ર ઘટનાનો વિડીઓ સામે આવ્યો છે.