સુરતમાં કારની ઉઠાંતરીનો એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે.કાપોદ્રા સ્થિત નાના વરાછામાં અલખ કાર મેળામાં લાખોની ઠગાઈ કરી છે. બે શખ્સો ટેસ્ટ ડ્રાઇવના બહાને કાર લઈને ફરાર થયા હતા. આ સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે.
સાંજના સમયે ગાડી ખરીદવાને બહાને આવેલા બે અજાણ્યાઓએ રૂ.4.65 લાખની કિંમતની હુન્ડાઈ કંપનીની આાઈ-20 (Hyundai I-20) ગાડી પસંદ કરી હતી અને ટેસ્ટ ડ્રાઈવ કરવા લઇ જવાનું જણાવ્યું હતું. તેથી કારની લે-વેચ કરતા મિતુલભાઈ બંને શખ્સોને કાર બતાવવા ટેસ્ટ ડ્રાઈવ માટે લઈ ગયા હતા. બાદમાં બન્ને શખ્સોએ રસ્તામાં કાર ઉભી રાખી મિતુલભાઈને માવો લઇ આવવા માટે કહેતા તેઓએ ના પાડતા ઠગીયાઓએ તેને ધમકી આપી ગાડીમાંથી ઉતારી મુક્યા હતા અને કાર લઇ નાશી છુટ્યા હતા. જેના વિરુધ પોલીસ દફતરમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી.