જોડિયા તાલુકાના હડિયાણા ગામે મંદિર પરિસરમાં સાપ હોવાની બાતમીના આધારે તાલુકા વાઈલ્ડ લાઈફ વોર્ડન અને રેન્જ ફોરેસ્ટ ઓફિસર એસ.એમ. મકરાણીને સૂચના મળતા તરત જ વનરક્ષક સ્ટાફ સાથે ઘટના સ્થળે દોડી ગયા હતાં અને મંદિરના પાણીના ટાંકામાંથી સૌરાષ્ટ્ર પંથકમાં દેખા દેતો અતિ ઝેરી એવો સ્પેક્ટેકલ કોબ્રા સાપ ને ગણતરી ની મિનિટોમાં પકડી પાડી ને સલામત રીતે જંગલ વિસ્તારમાં છોડી દેવામાં આવ્યો હતો.