જામનગર શહેરના વામ્બે આવાસ આઠ માળિયા બ્લોકના રહેતી યુવતીએ ગુરુવારે સાંજના સમયે કોઇ અગમ્યકારણોસર દિગ્જામ સર્કલ ફાટક નજીક પસાર થતી ટ્રેન હેઠળ ઝંપલાવી આત્મહત્યા કરી હતી.
આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરના વામ્બે આવાસ આઠ માળિયા બ્લોક નં.સી-2/501 માં રહેતા ભાવેશ મોહનભાઈ પંચાસરા નામના યુવાનની પુત્રી કાજલ (ઉ.વ.18) નામની યુવતીએ ગુરૂવારે સાંજના સમયે દિગ્જામ સર્કલ ફાટક નજીકના રેલવે ટ્રેક પરથી પસાર થતી ટ્રેન હેઠળ કોઇકારણસર ઝંપલાવી આત્મહત્યા કરી હતી. આ બનાવની જાણ થતા હેકો એચ.એ. પરમાર તથા સ્ટાફે મૃતકના પિતાના નિવેદનના આધારે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.