Tuesday, December 24, 2024
Homeરાજ્યસરમત નજીક પાર્ક કરેલ ડમ્પર પાછળ બાઈક ઘૂસી જતાં પ્રૌઢનું મોત

સરમત નજીક પાર્ક કરેલ ડમ્પર પાછળ બાઈક ઘૂસી જતાં પ્રૌઢનું મોત

ગેરકાયદેસર પાર્ક કરેલા ડમ્પરે બાઈકસવારનો ભોગ લીધો : પોલીસ દ્વારા ગુનો નોંધી કાર્યવાહી

- Advertisement -

જામનગર-ખંભાળિયા ધોરીમાર્ગ પર સરમત ગામના પાટીયા પાસે અડચણરૂપ પાર્ક કરેલ ડમ્પર પાછળ રાત્રિના સમયે બાઈક ઘુસી જતા ચાલક પ્રૌઢનું ઘટનાસ્થળે ગંભીર ઈજા પહોંચતા મોત નિપજ્યું હતું.

અકસ્માતના બનાવની વિગત મુજબ, જામનગર જિલ્લાના મોટી ખાવડી ગામમાં રહેતા હેમુભા જાડેજા નામના પ્રૌઢ ગુરૂવારે રાત્રિના સમયે તેના જીજે-10-સીઆર-1536 નંબરના બાઈક પર જામનગરથી મોટી ખાવડી તેના ઘર તરફ જતા હતાં ત્યારે સરમત ગામના પાટીયા પાસે પહોચ્યા તે સમયે રોડ પર બેદરકારીપૂર્વક સીંગ્નલ કે પાર્કિંગ લાઈટ ચાલુ રાખ્યા વગર પાર્ક કરેલ જીજે-10-ટીવી-7036 નંબરના ડમ્પરના પાછળના ભાગમાં બાઈક ઘૂસી જતાં પ્રૌઢને માથામાં ગંભીર ઈજા પહોંચતા ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. બનાવની જાણ થતા પીએસઆઈ જે.ડી. પરમાર તથા સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો. અને મૃતદેહનો કબ્જો સંભાળી તેના પરિવારજનોને જાણ કરી હતી. ત્યારબાદ પોલીસે મૃતકના પુત્ર વિક્રમસિંહ જાડેજાના નિવેદનના આધારે ડમ્પર ચાલક વિરૂધ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular