દ્વારકા તાલુકાના મકનપુર ખાતે રહેતા અને ડ્રાઇવિંગ કામ કરતા નાથા મિયાભાઈ વિકમા નામના 38 વર્ષના યુવાનને કોર્ટ દ્વારા ચોક્કસ ગુના સંદર્ભે જેલની સજા ફટકારતો હુકમ કર્યો હતો. જામનગરની જિલ્લા જેલમાં રહેલા પાકા કામનો ઉપરોક્ત આરોપી થોડા સમય પૂર્વે 60 દિવસના વચગાળાના જામીન મેળવી અને ગયા બાદ તેની સમય મર્યાદા 18 જુલાઈના રોજ પૂર્ણ થઇ હોવાથી છતાં તે પુનઃ હાજર થયો નહોતો. જે સંદર્ભે ફરાર થઈ ગયેલા ઉપરોક્ત આરોપીને દેવભૂમિ દ્વારકા જિલ્લા એલસીબી પોલીસ દ્વારા ઝડપી લેવા માટે તજવીજ હાથ ધરવામાં આવી હતી. આ અંતર્ગત એલ.સી.બી.ના પી.આઈ. જે.એમ. ચાવડાની સુચના મુજબ દ્વારકા પંથકમાં હાથ ધરવામાં આવેલા પેટ્રોલીંગ દરમ્યાન સ્ટાફના એએસઆઈ અજીતભાઈ બારોટ તથા હેડ કોન્સ્ટેબલ અરજણભાઈ મારુને મળેલી ચોક્કસ બાતમીના આધારે ઉપરોક્ત શખ્સને મકનપુરના પાટીયાથી દ્વારકા તરફ જતા માર્ગ પરથી ગઈકાલે ગુરુવારે રાત્રે ઝડપી લેવામાં આવ્યો હતો. આ શખ્સનો કોરોના ટેસ્ટ કરી, દ્વારકા પોલીસને સોંપવા સહિતની ધોરણસરની કાર્યવાહી કરવામાં આવી હતી.
આ સમગ્ર કાર્યવાહી એલ.સી.બી.ના પી.આઈ. જે.એમ. ચાવડાની સુચના મુજબ પી.એસ.આઈ. એસ.વી. ગળચર, પી.સી. સીંગરખીયા, એ.એસ.આઈ. ભરતભાઈ ચાવડા, વિપુલભાઈ ડાંગર, અજીતભાઈ બારોટ, દેવશીભાઈ ગોજીયા, સજુભા જાડેજા, કેસુરભાઈ ભાટિયા, નરસીભાઈ સોનગરા, ધર્મેન્દ્રસિંહ ચુડાસમા, મશરીભાઈ આહીર, ભરતભાઇ ચાવડા, બોઘાભાઈ કેસરિયા, લાખાભાઈ પિંડારિયા, જીતુભાઈ હુણ, અરજણભાઈ મારુ, બલભદ્રસિંહ ગોહિલ, જેસલસિંહ જાડેજા, સહદેવસિંહ જાડેજા, જીતુભાઈ હુણ, મહેન્દ્રસિંહ જાડેજા, હસમુખભાઈ કટારા તથા વિશ્વદીપસિંહ જાડેજા દ્વારા કરવામાં આવી હતી.