ફીનટેક સેકટરના સ્થાનિક સ્ટાર્ટઅપ્સ-કંપનીમાં ચાલુ કેલેન્ડર વર્ષના પ્રથમ 6 માસમાં કુલ બે અબજ ડોલર(રૂા.14.89 હજાર કરોડ)નું રોકાણ નોંધાયું છે. જે ગતવર્ષના કુલ ફંડિગની સમકક્ષ છે. જેમાં મર્ચન્ટ પ્લેટફોર્મ પાઇનલેબ્સમાં રેકોર્ડ 28.5 કરોડ ડોલરનું રોકાણ પ્રાઇવેટ ઇકિવટી મારફત અને વેન્ચર કેપિટલ ફંડિગ રાઉન્ડમાં 10.1 કરોડ ડોલરનું રોકાણ થયું છે. ક્રેડમાં 21.5 કરોડ ડોલર, રેઝોરમાં 16 કરોડ ડોલર, ક્રેડિટબીમાં 15.3 કરોડ ડોલર, ઓરબિઝનેસમાં 11 કરોડ ડોલર, ભારતપેમાં 10.8 કરોડ ડોલરનું રોકાણ નોંધાયું છે.
કેપીએમજીના રિપોર્ટ અનુસાર, સૌથી વધુ રોકાણો ડિજિટલ બેન્કિંગમાં, બાદમાં બીજા ક્રમે ઇન્સ્યોરટેકમાં થયા છે. ટર્ટલમિન્ટે 4.6 કરોડ, ડોલર, નિન્યુબાયએ 4.5 કરોડ ડોલર, ડિજિટલ ઇન્સ્યોરન્સે 1.8 કરોડ ડોલરનું ફંડ એકત્ર કર્યું છે.
માર્કેટ નિષ્ણાંતો અનુસાર, બીજા અર્ધવાર્ષિકમાં રેવન્યુ આધારિત ફાઇનાન્સિંગ સોલ્યુશન્સ, બેન્કિંગ સર્વિસ મોડલ્સ, બી2બી સર્વિસિઝમાં રોકાણો વધવાનો આશાવાદ છે. ડિજિટલ ટ્રાન્જેકશન વચ્ચે સાયબર અટેક, રેન્સમવેર, સાયબરસિકયુરિટી, સોલ્યુશન્સમાં પણ રોકાણ વધશે. બેન્કો, મોટી ફિનટેક કંપનીઓ એમ એન્ડ ડીની પ્રક્રિયા વધી શકે છે.