Tuesday, January 20, 2026
Homeરાજ્યજામનગરગોંડલ સંપ્રદાયના પૂ. રૂપલબાઇ મહાસતીજી કાળધર્મ પામ્યા

ગોંડલ સંપ્રદાયના પૂ. રૂપલબાઇ મહાસતીજી કાળધર્મ પામ્યા

ગોંડલ સંપ્રદાયના તપસમ્રાટ પૂ. રતિલાલજી મ.સા.ના ભત્રીજી અને પૂ. મુક્ત-લીલમ-ભારતીજી મ.સ.ના શિષ્યા એવં પૂ. હસુમુનિના આજ્ઞાનુવર્તી પૂ. રૂપલબાઇ મ.સ. 63 વર્ષની વયે 41 વર્ષના દીક્ષા પર્યાય સહિત તા. 10ના બપોરે 2:15 કલાકે માલિનીબેન કિશોરભાઇ સંઘવી-વૈયાવચ્ચ કેન્દ્ર ખાતે પૂ. સુધાબાઇ મ.સ. આદિની વૈયાવચ્ચ પામતાં કાળધર્મ પામ્યા છે. પાલખી યાત્રા સાંજે 5 કલાકે કડવીબાઇ શામજી વિરાણી-જૈન ઉપાશ્રય, રેલવે સ્ટેશન સામે, વિલેપારલે (પશ્ર્ચિમ) ખાતેથી નિકળી હતી. પૂ. મહાસતીજીના પિતા હરિલાલ માધવજી રૈયાણી અને માતા લલિતાબેન તેમજ વસઇમાં વિ.સં. 2036ના વૈશાખ સુદ દશમના દીક્ષા અંગીકાર કરી હતી. પૂ. ધીરગુરુદેવની નિશ્રામાં તા. 11ના સવારે 10 કલાકે ગુણાંજલિ અર્પણ કરાઇ હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular