Tuesday, December 24, 2024
Homeરાજ્યજામનગરજામનગરમાં ખુંટીયાનો યુવતી ઉપર જીવલેણ હુમલો : જુઓ CCTV

જામનગરમાં ખુંટીયાનો યુવતી ઉપર જીવલેણ હુમલો : જુઓ CCTV

- Advertisement -

જામનગર શહેરમાં રખડતાં ઢોરની સમસ્યાથી નાગરિકો હેરાન-પરેશાન થઇ ચૂક્યા છે. રખડતાં ઢોરની વરસો જૂની સમસ્યાએ અનેક લોકોને ભોગ બનાવ્યા છે. આજે જામનગરના રણજીત રોડ નજીક વિદ્યાભવન પાસે રખડતાં ઢોરે યુવતીને હડફેટે લેતાં યુવતીને ગંભીર ઇજાઓ પહોંચતા હોસ્પિટલ ખસેડવામાં આવી છે. યુવતીને પાસડીઓ તુટી ગઇ હોવાનું પરિવારજનો જણાવી રહ્યા છે.

જામનગર શહેરમાં માર્ગો ઉપર રખડતાં ઢોર અડીગો જમાવીને બેઠા હોય છે. શહેરમાં એકપણ માર્ગ કે એકપણ વિસ્તાર એવો નહીં હોય કે જ્યાં રખડતા ઢોર જોવા ન મળે રખડતા ઢોરએ જામનગર શહેરને ઢોરનગર બનાવી દિધુ છે. રખડતા ઢોરને કારણે શહેરમાં અવાર-નવાર અકસ્માતો સર્જાતા હોય જેનો ભોગ શહેરના નાગરિકો બનતા હોય છે. જામ્યુકોના સતાધિશો વર્ષોથી આ સમસ્યા સામે આંખઆડા કાન કરતા હોય તેવુ જણાય રહ્યું છે. જામનગર મહાનગરપાલિકાનું નિર્ભર તંત્ર આ સમસ્યા તરફ કયારેય ઘ્યાન આપતું જ નથી. તંત્રને સુરાતન ચડે ત્યારે માત્ર બે-ચાર દિવસ રખડતા ઢોર પકડે છે. ત્યારબાદ પરિસ્થિતિ જેમની તેમ જોવા મળે છે. જામનગરમાં તંત્રના પાપે અનેક વખત શહેરના નાગરિકો રખડતા ઢોરનો ભોગ બન્યા છે. આજે સવારે જ જામનગર શહેરમાં વોર્ડ નં.9માં રણજીત રોડ નજીક વિદ્યાભવન વાળી શેરીમાં રખડતા ઢોરે એક યુવતીને હડફેટે લીધી હતી. રાજકોટથી જામનગરમાં સગાને ત્યાં આવેલી કાશ્મિરા પ્રહલાદભાઇ ગોહિલ નામની યુવતી પર ખુટીયાએ જીવલેણ હુમલો કર્યો છે. આ યુવતીને પાસડી તુટી જવા સહિતની ગંભીર ઇજાઓ પહોંચી છે. જામનગરમાં નગરસેવકો સહિતના સતાધિશો રખડતા ઢોરની સમસ્યા ઉકેલવામાં નિષ્ફળ ગયા હોય તેવુ જણાય રહ્યું છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular