Friday, December 5, 2025
Homeરાજ્યજામનગરજામનગર જિલ્લામાં ચાર જૂગાર દરોડામાં 17 શખ્સો ઝડપાયા

જામનગર જિલ્લામાં ચાર જૂગાર દરોડામાં 17 શખ્સો ઝડપાયા

દરેડ જીઆઈડીસી વિસ્તારમાંથી ચાર શખ્સોની રૂા.14,200 ની રોકડ રકમ સાથે અટકાયત : જીઆઈડીસીમાં ગૌશાળાની દિવાલ પાસે તીનપતિનો જૂગાર રમતા પાંચ ઝબ્બે : જોગવડમાંથી જૂગાર રમતા ચાર શખ્સો ઝડપાયા

જામનગર તાલુકાના દરેડ જીઆઈડીસી વિસ્તારમાં જાહેરમાં જૂગાર રમતા ચાર શખ્સોને પોલીસે રેઈડ દરમિયાન રૂા.14,200 ની રોકડ સાથે ઝડપી લીધા હતાં તેમજ જીઆઈડીસીમાં ગૌશાળાની દિવાલ પાસે તીનપતિનો જૂગાર રમતા પાંચ શખ્સોને ઝડપી લઇ રોકડ અને ગંજીપના સહિતનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. જામનગરના શંકરટેકરી વિસ્તારમાં ગણેશવાસમાં સીક્કો ઉછાળી કાટછાપનો જૂગાર રમતા ચાર શખ્સોને રૂા.6404ની રકમ સાથે દબોચી લીધા હતાં. લાલપુર તાલુકાના જોગવડ ગામે જૂગાર રમતા ચાર શખ્સોને રૂા.4410 ની રોકડ અને ગંજીપના સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

જૂગાર સંબંધિત દરોડાની વિગત મુજબ, પ્રથમ દરોડો જામનગર તાલુકાના દરેડ જીઆઈડીસી વિસ્તારમાં ખૂલ્લા પ્લોટમાં તીનપતિનો જૂગાર રમતા વિનોદકુમાર શ્રીપાલ જાટવ, રાહુલ કિશોર સેવારામાની, અજય ભોકલી જાટવ, ધર્મેન્દ્ર રામદાસ જાટવ નામના ચાર શખ્સોએ રૂા.14,200 ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

બીજો દરોડો, દરેડ જીઆઈડીસીમાં ગૌશાળાની દિવાલ પાસે તીનપતિનો જૂગાર રમતા પવનકુમાર બિરેન્દ્ર જાટવ, ભુપેન લક્ષ્મીનારાયણ જાટવ, રવિન્દ્ર મોહનસિંહ જાટવ, શિવમ કાલીચરણ પ્રજાપતિ અને રાજુ રામપ્રકાશ જાટવ નામના પાંચ શખ્સોને રૂા.10630 ની રોકડ રકમ અને ગંજીપના સહિતનો મુદ્દામાલ કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

ત્રીજો દરોડો, જામનગરના શંકરટેકરી વિસ્તારમાં ગણેશવાસમાં સીક્કો ઉછાળી કાટછાપનો જૂગાર રમતા મીલન મગન પુરબીયા, રાજુ મેપા ગંગેડી, યાસીન ઉર્ફે વડો ઈકબાલ દોદેપોત્રા, હસન ઈસ્માઇલ ઠાસરિયા નામના ચાર શખ્સોને રૂા.6404 ના મુદ્દામાલ સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી. ચોથો દરોડો લાલપુર તાલુકાના જોગવડમાં જૂગાર રમતા હોવાની જાણના આધારે પોલીસે દરોડા દરમિયાન દોલુભા નાથુભા જાડેજા, વિનોદ કારા ઓડેદરા, જયરાજસિંહ નટવરસિંહ જાડેજા, ભીખા ધના વાઢેર નામના ચાર શખ્સોને રૂા.4410 ની રોકડ અને ગંજીપના સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular