જામનગર તાલુકાના સીક્કા ગામમાં રહેતી યુવતી પાસેથી મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવાના બહાને રૂા.5 લાખ પડાવી લઇ જામનગરના શખ્સને યુવતી સાથે દુષ્કર્મ આચર્યાના બનાવમાં ફરિયાદના આધારે પોલીસે શખ્સ વિરૂધ્ધ ધરપકડ કરી અદાલતમાં રજૂ કરતા જેલ હવાલે કરવાનો આદેશ કર્યો હતો.
મળતી વિગત મુજબ, સીક્કામાં રહેતી એક યુવતીના સંપર્કમાં જામનગરના પટેલ કોલોનીમાં રહેતો મિતેશ નામનો શખ્સ ત્રણેક વર્ષ પહેલાં આવ્યો હતો. પૈસા પડાવી લેવા અને પોતાની પત્ની હોવા છતા ભોગ બનનાર યુવતી સાથે સંબંધ રાખી લગ્ન કરવાનો વિશ્ર્વાસ આપ્યો હતો. તેણીને મરજી વિરૂધ્ધ અવાર નવાર દુષ્કર્મ આચર્યુ હતું. યુવતીને પોતાની જરૂરિયાત માટે તેમજ વધુ આર્થિક લાભ મળશે તેમ કહીને મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવાનું કહ્યું હતું અને યુવતી પાસેથી રૂા.5.20 લાખ જેવી રકમ પડાવી લીધી હતી. શખ્સે રૂપિયા મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ ન કરીને પોતાના અંગત ઉપયોગમાં વાપરી નાખ્યા હતાં. થોડા દિવસ પહેલાં શહેરના મોર્ડન માર્કેટ પાસે આવેલી ઓફિસે યુવતીએ પૈસા માગતા આરોપી એકદમ ઉશ્કેરાઈ ગયો હતો અને અપશબ્દો બોલીને તને મોઢું જોવા જેવું નહીં રહેવા દઉ તેવી ધમકી આપી હતી.
ત્યારબાદ આખરે યુવતીએ સીટી બી ડિવિઝનમાં ફરિયાદ નોંધાવતાં પીઆઈ કે. જે. ભોયે તથા સ્ટાફે મિતેશ વિરૂધ્ધ દુષ્કર્મ અને છેતરપિંડી તથા વિશ્ર્વાસઘાતનો ગુનો નોંધી શોધખોળ કરી અટકાયત બાદ કોવિડ ટેસ્ટ કરાવ્યો હતો જે નેગેટિવ આવતા પોલીસે મિતેશને પાંચ દિવસના રિમાન્ડની માગણી સાથે અદાલતમાં રજૂ કરતા અદાલતે રિમાન્ડ નામંજૂર કરી જેલ હવાલે કરવાનો આદેશ આપ્યો હતો.
સીક્કાની યુવતીના નાણાં પડાવી દુષ્કર્મ આચરનાર શખ્સ જેલ હવાલે
મ્યુચ્યુઅલ ફંડમાં નાણાં રોકવા રૂા.5.20 લાખ પડાવ્યા : યુવતી સાથે દુષ્કર્મ આચર્યા બાદ પોલીસ ફરિયાદ