જામનગર મહાનગરપાલિકાના કમિશનર વિજય ખરાડીએ ટી.પી.સ્કીમ નં.3બી અને ટી.પી.સ્કીમ નં.2ની મુલાકાત લીધી હતી. અને જાહેર જનતા ઉપયોગ કરી શકે તે માટે ગાર્ડન ડેવલોપમેન્ટ માટે અનુભવી કન્સલ્ટન્ટ નિમવાની સૂચના આપી હતી.
કમિશ્નર વિજયકુમાર ખરાડી તથા સિટી એન્જિનિયર એસ. એસ.જોશી આજરોજ તા. 10-08-21ના રોજ ટી.પી.સ્કીમ નં 3બી જાડા એફ. પી.નં 47 અને ટી.પી. સ્કીમ નં 2 જાડા એફ.પી. નં 67/1 ગાર્ડન રિઝર્વ પ્લોટની મુલાકાત કરી હતી. મુલાકાત દરમિયાન કમિશ્નર અર્બન ફોરેસ્ટની સાથે ગાર્ડન ડેવલોપમેન્ટ માટે અનુભવી કન્સલ્ટન્ટ નિમવાની સૂચના આપી હતી. જેથી વેલ પ્લાનિંગથી ડેવલોપમેન્ટ કરવામાં આવેલ ગાર્ડન/અર્બન ફોરેસ્ટ ભવિષ્યમાં જાહેર જનતાને પણ ઉપયોગી થઈ શકે. આ માટે ગાર્ડન ડેવલોપમેન્ટ અંગે જરૂરી સૂચનાઓ તથા માર્ગદર્શન આપવા ઉપરાંત ટી.પી. સ્કીમ નં 1 જાડા એફ.પી. નં 84,85ની મુલાકાત દરમિયાન પ્લોટમાં ઝડપથી માર્કિંગ કરાવી ફેન્સિંગ કરવા સૂચના આપી હતી.