જામનગર શહેરના ઓશવાળ-3 વિસ્તારમાં ચાલીને જતાં વૃધ્ધાના ગળામાંથી બાઇક પર આવેલી તસ્કર બેલડીએ 50,000નો સોનાના ચેનની ચિલઝડપ કરી પલાયન થઇ ગયા હતાં.
આ બનાવની વિગત મુજબ જામનગર શહેરમાં ઓશવાળ-3માં સી-105માં રહેતાં શાંતાબેન હરિભાઇ પાંભર (ઉ.વ.68) નામના વૃધ્ધા શનિવારે બપોરના સમયે તેના ઘર પાસેથી ચાલીને જતાં હતાં ત્યારે બાઇક પર આવેલી તસ્કર બેલડીએ વૃધ્ધાના ગળામાં પહરેલો રૂા.50,000ની કિંમતનો સોનાનો ચેનની ચિલઝડપ કરી પલકવારમાં નાશી ગયા હતાં. ચિલઝડપથી ડરી ગયેલાં વૃધ્ધાએ બુમાબુમ કરી હતી. જેથી આજુબાજુના લોકો એકઠાં થઇ ગયા હતાં. ત્યારબાદ આ બનાવ અંગે પીએસઆઇ વી.એ.પરમાર તથા સ્ટાફે બે અજાણ્યા તસ્કરો વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
ઓશવાળ કોલોનીમાં વૃધ્ધાના ગળામાંથી સોનાનો ચેઇનની ચિલઝડપ
ધોળે દિવસે ચિલઝડપથી લોકોનો ફફડાટ : બાઇક પર આવેલી તસ્કર બેલડીની સીસીટીવી ફુટેજના આધારે તપાસ