દેશમાં આર્થિક રિકવરીનો સંકેત મળી રહ્યો છે. જૂલાઇ 2020ની સરખામણીએ જુલાઇ 2021માં મોટાભાગના રાજયોમાં જીએસટી કલેકશન ગ્રોથ જોવા મળ્યો છે. જુલાઇનો આ ગ્રોથ ગુજરાતમાં 36 ટકા નોંધાયો છે.લડાખમાં 93ટકા અને દમણ તથા દીવમાં માઇનસ 99 ટકા ગ્રોથ નોંધાયો છે. જુલાઇ 2020થી જુલાઇ 2021 સુધીની દમણ તથા દીવની જીએસટી આવક શૂન્ય નોંધાઇ છે. જે એક આશ્ર્ચર્ય છે. સમગ્ર દેશનો જુલાઇ માસનો કલેકશન ગ્રોથ એવરેજ 32 ટકા આસપાસ રહ્યો છે. કેન્દ્રને તેથી રૂા.116393 કરોડની આવક થવા પામી છે. જેમાં સીજીએસટી 22197 કરોડ, એસજીએસટી 28541 કરોડ અને આજીએસટી રૂા.57864 કરોડ (જેમાં આયાતી ચીજો પરનો રૂા.27900 કરોડનો ટેકસ સમાવિષ્ટ છે. 01 જુલાઇ 2021થી 31 જુલાઇ 2021 સુધીમાં જે જીએસટીઆર-3બી રિટર્ન દાખલ થયા છે. તેના આકડાંઓ અત્રે દર્શાવવામાં આવ્યા છે.
કોરોના મહામારીના કપરાકાળ વચ્ચેય જીએસટી વસૂલાતરૂપે સરકારી ખજાનાને જુલાઈ મહિનામાં 1 લાખ 16 હજાર 393 કરોડ રૂપિયાની જંગી આવક થઈ છે. જીએસટી વસૂલાતમાં 2020ની તુલનાએ 33 ટકાનો વધારો આવ્યો છે. જુલાઈ-2020માં જીએસટી વસૂલાત 87,422 કરોડ રૂપિયા હતી. ઉલ્લેખનીય છે કે, લગાતાર આઠ મહિના સુધી જીએસટી વસૂલાતમાંથી સરકારને કમાણી એક લાખ કરોડને પાર રહેતી હતી.
ત્યારબાદ, જૂન મહિનામાં 92,849 કરોડની આવક થતાં વસૂલાત એક લાખ કરોડની નીચે ગઈ હતી, જે જુલાઈમાં પાછી પાર કરી ગઈ છે. હકીકતમાં એપ્રિલ, મેના સમયગાળા દરમ્યાન, દેશ કોરોનાની બીજી લહેરની ચપેટમાં હોવાથી વસૂલાત ઘટી હતી.
ભારતમાં કાચા સ્ટીલનું ઉત્પાદન જૂનમાં વાર્ષિક આધારે 21.4 ટકા વધીને 94 લાખ ટન થયું છે. વર્લ્ડ સ્ટીલ એસોસિએશન મુજબ ગયા વર્ષે જૂનમાં ઉત્પાદન 69 લાખ ટન હતું. જ્યારે રિપોર્ટ કરનારા 64 દેશોનું ઉત્પાદન જૂન 2021મા 16.79 કરોડ ટન હતું. જે જૂન 2020ની તુલનાએ 11.6 ટકા વધારે છે.
વાર્ષિક જીએસટી રિટર્ન ફાઈલ કરવાની પ્રક્રિયામાં કેન્દ્ર સરકારે મોટા કારોબારીઓને મોટી રાહત આપી છે. હવે રૂ.પ કરોડથી વધુ ટર્ન ઓવરમાં જીએસટી કરદાતા પોતાના વાર્ષિક રિટર્નને સ્વ-પ્રમાણિત કરી શકશે અને સીએ પાસે તેની ખરાઈ કરાવવાની જરૂર નહીં રહે.
જીએસટી અંતર્ગત ર0ર0-ર1 માટે રૂ.ર કરોડ સુધીના વાર્ષિક કારોબાર સુધીનાને બાદ કરતાં અન્ય તમામ એકમો માટે વાર્ષિક રિટર્ન (જીએસટીઆર-9/9એ) દાખલ કરવું ફરજિયાત છે. સીબીઆઈસીએ આ મામલે નિર્દેશ જારી કર્યા છે.
ઉપરાંત રૂ.પ કરોડથી વધુ કારોબાર કરતાં કરદાતાઓને ફોર્મ જીએસટીઆર-9સી રૂપે સમાધાન વિવરણ જમા કરાવવાનું રહેતું હતું. જેના ઓડિટ બાદ સીએ દ્વારા ખરાઈ કરવામાં આવતી હતી. સીબીઆઈસીએ એક નોટિફિકેશન દ્વારા જીએસટી નિયમોમાં સંશોધન કર્યુ છે. જેમાં મોટા કારોબારીને રાહત આપવામાં આવી છે.