રાજયમાં ધો.12ના વર્ગો શરુ થઇ ગયા છે. ત્યારે ફરીથી શાળાઓ ખોલવા અંગે માગ કરાઈ રહી છે. આ અંગે આજે રોજ નીતિન પટેલે જણાવ્યું કે શાળાઓ શરુ કરવા અંગે વિચારણા ચાલુ છે.
કેબીનેટની બેઠક બાદ નીતિન પટેલે આજે રોજ જણાવ્યું કે શાળાઓ ખોલવા અંગે રાજ્ય સરકાર વિચારણા કરી રહી છે. સરકાર સમક્ષ રજુઆતો આવી રહી છે. નીતિન પટેલે કહ્યું કે વિદ્યાર્થીઓને પ્રત્યક્ષ શિક્ષણ મળી રહે તે જરૂરી છે. કારણકે દરેક વિદ્યાર્થીઓ ઓનલાઇન શિક્ષણ લઇ શકતા નથી. ઉપરાંત ગામડાઓ જ્યાં વ્યવસ્થા નથી, ફોન નથી, ઇન્ટરનેટ નથી તેવા વિદ્યાર્થીઓ અભ્યાસથી બાકાત રહી જાય છે. માટે અગામી સમયમાં ગાઈડલાઈનના પાલન સાથે શાળાઓ શરુ કરવા અંગે નિર્ણય કરવામાં આવશે.