દેશમાં હાલ 18 વર્ષથી ઉપરના તમામ લોકોને વેક્સીન આપવામાં આવી રહી છે. તેવામાં કેન્દ્રીય મંત્રાલયે સગર્ભા સ્ત્રીઓને પણ રસીકરણ કરાવવા માટે મંજુરી આપી છે. થોડા દિવસ અગાઉ જ નિતી આયોગનાં સભ્ય ડોક્ટર વી કે પૌલે જણાવ્યું હતું કે સ્તનપાન કરાવતી માતાઓ માટે વેક્સીન સલામત છે. અને સગર્ભા સ્ત્રીઓ માટે રસીકરણ સંબંધિત એડવાઇઝરી ટૂંક સમયમાં જારી કરવામાં આવશે તેમ જણાવ્યું હતું.
આજે રોજ કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે સગર્ભા સ્ત્રીઓને વેક્સીન માટે મંજુરી આપી દીધી છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે COVID સામે સગર્ભા સ્ત્રીઓના રસીકરણને મંજૂરી આપતા જણાવ્યું છે કે સગર્ભા સ્ત્રીઓ પોતાને રસી અપાવવા માટે હવે કોવિન પર નોંધણી કરાવી શકે છે અથવા નજીકના કોવિડ રસીકરણ કેન્દ્ર પર જઈને વેક્સીન લઇ શકશે.
અગાઉ ICMR ના ડાયરેક્ટર જનરલ ડો. બલરામ ભાર્ગવે જણાવ્યું હતું કે સગર્ભા સ્ત્રીઓ માટે કોરોના રસી લેવી ફાયદાકારક છે અને તેમને પણ આ રસી લેવી જોઈએ. તેમણે કહ્યું કે આરોગ્ય મંત્રાલયે આ સંદર્ભે માર્ગદર્શિકા જારી કરી છે અને સગર્ભા સ્ત્રીઓને રસી અપાવવામાં કોઈ અડચણ નથી.