કોરોના વાયરસની મહામારીના પરિણામે 1વર્ષ કરતા વધુ સમયથી શાળાઓ બંધ છે. બાળકોને ઓનલાઇન શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. તેવામાં છેલ્લા ઘણા સમયથી વાલીઓ દ્રારા 50% ફી માફીની માંગ કરવામાં આવી રહી છે. શાળાઓમાં હાલ 25% ફી માફ કરવામાં આવી છે.
રાજ્યના શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ એક નિવેદનમાં જણાવ્યું છે કે નવો નિર્ણય ન આવે ત્યાં સુધી સ્કુલ ફી માં 25% નો ઘટાડો યથાવત રહેશે. જેના પરિણામે વાલીઓ દ્રારા ફરી વિરોધ સાથે 50% ફી માફ કરવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે. શિક્ષણમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે ફી મુદ્દે વિવાદ ન થાય તેના માટે સૌથી વધુ જવાબદારી શાળા સંચાલકોને છે. આ પરિસ્થિતિમાં જો કોઈ વાલી એકીસાથે ફી ભરી ન શકે તો શાળા સંચાલકોએ તેમને હપ્તા કરી આપવા જોઈએ. હજુ ફી માફ કરવાને લઇને કોઈ નવો નિર્ણય લેવામાં આવ્યો નથી. પરિણામે 25% ફી માફીની રાહત ચાલુ રાખવામાં આવી છે.
ગતવર્ષે કોરોનાના પરિણામે શાળાઓ બંધ રહેતા 25% ફી માફ કરવામાં આવી છે. ત્યારે આ વર્ષે પણ શાળાઓ ઓફલાઈન શરુ નથી થઇ. ત્યારે સરકારે કહ્યું છે કે હજુ 25% ફી માફીનો નિર્ણય યથાવત રહેશે. પરિણામે સ્કુલ સંચાલકોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે