રાજ્યમાં 26 જુન સુધી 36 શહેરોમાં રાત્રી કર્ફ્યું રાત્રીના 9 થી સવારના 6 વાગ્યા સુધી લાગુ કરવામાં આવ્યું છે. ત્યારે કોરોનાનું સંક્રમણ ઘટતા 18 શહેરોને રાત્રી કર્ફ્યુંમાંથી મુક્તિ આપી દેવામાં આવી છે. ત્યારે જામનગર સહીત રાજ્યની 8મહાનગર પાલિકા અને 10 શહેરો વાપી, અંકલેશ્વર, વલસાડ, નવસારી, મહેસાણા, ભરૂચ, પાટણ, મોરબી, ભુજ અને ગાંધીનગર એમ કુલ 18 શહેરોમાં રાત્રી કર્ફ્યુંમાં 1 કલાકનો ઘટાડો કરવામાં આવ્યો છે. 27 જુનથી આ નવા નિયમો લાગુ પડશે. 27 જુનથી જામનગરમાં રાત્રી કર્ફ્યું રાત્રીના 10 વાગ્યા થી સવારના 6 વાગ્યા સુધી રહેશે.
8 મહાનગર પાલિકા સહીત 18 શહેરોમાં વ્યવસાયિક પ્રવૃતિઓ ધરાવતાં વેપારીઓએ 30જુન સુધીમાં ફરજીયાત વેક્સીન લેવાની રહેશે. આ સિવાયના તમામ વિસ્તારોમાં વ્યવસાયિકો પ્રવૃત્તિ ધરાવતા સંચાલકો, માલિકો-સ્ટાફ સહિત તમામે આગામી 10 જુલાઇ સુધીમાં વેક્સિન ફરજિયાત લેવાની રહેશે.
વેપારીઓ દુકાનો 9 વાગ્યા સુધી ખુલી રાખી શકશે. રેસ્ટોરન્ટ, હોટેલ્સ રાત્રે 9 વાગ્યા સુધી 60 ટકાની ક્ષમતા સાથે ચાલુ રાખી શકાશે. હોમ ડિલેવરી રાત્રે 12 કલાક સુધી ચાલુ રાખી શકાશે. અંતિમક્રિયા, દફનવિધિમાં 40 લોકોને મંજૂરી. સિનેમા, મલ્ટીપ્લેક્ષ તથા ઓડીટોરીયમ 50% ક્ષમતા સાથે ખોલી શકાશે. સામાજિક,રાજકીય પ્રસંગોમાં હોલની ક્ષમતાના 50 ટકા
એસટી બસમાં 75 ટકા મુસાફરોને મંજૂરી બાગ બગીચા રાત્રિના 9 વાગ્યા સુધી ખુલ્લા રાખી શકાશે તેમજ લગ્નપ્રસંગમાં 100 લોકો અને રાજકિય તથા સામાજીક મેળાવડામાં 200 લોકોની મંજૂરી આપવામાં આવી છે.