કર્મચારીઓ માટે એક સારા સમાચાર છે. હવે તેમને કામના કલાકો અને દિવસોમાં રાહત મળી શકે છે. જલ્દી જ સપ્તાહમાં પાંચ દિવસના બદલે 4 દિવસ નોકરી કરવાની રહેશે અને 3 દિવસ રજા રહેશે. દેશમાં બનેલા નવા શ્રમ કાનૂનો અંતર્ગત આવનાર દિવસોમાં સપ્તાહમાં ત્રણ દિવસ રજા મળી શકે છે. બીજી તરફ કેન્દ્ર સરકારે ટ્રાવેલિંગ એલાઉન્સ એટલે કે ટીએ કલેબ સબ્મિશનની સમય સીમા 60 દિવસથી વધારીને 180 દિવસ કરી દીધી છે. જેને 15 જૂનથી લાગુ કરવામાં આવ્યું છે. માર્ચ 2018માં કેન્દ્ર સરકારે નિવૃતિ પર ટીએ કલેમની સમય સીમા 1 વર્ષથી ઘટાડીને 60 દિવસની કરી હતી. આ સમયગાળાને વધારવા માટે સરકારના ઘણા સરકારી વિભાગ બોલી રહ્યા હતા. જે પછી આ નિર્ણય કરવામાં આવ્યો છે.
નવા લેબર કોડમાં નિયમોમાં આ વિકલ્પ પણ રાખવામાં આવશે. જેના પર કંપની અને કર્મચારી આપસી સહમતીથી નિર્ણય લઇ શકે છે. નવા નિયમો અંતર્ગત સરકારે કામના કલાકો વધારીને 12 સુધી કરવાનું પણ સામેલ કર્યું છે. કામ કરવાના કલાકોની અધિકતમ સીમા 48 કલાક રાખવામાં આવી છે. આવામાં કામના દિવસો દ્યટી શકે છે.