જેસીઆઇ જામનગર અને વિશા શ્રીમાળી સોની સમાજના સંયુક્ત ઉપક્રમે જામનગર મહાનગરપાલિકા ઘાંચીવાડ આરોગ્ય કેન્દ્રના સહયોગથી નિ:શૂલ્ક પ્રાથમિક ચેકઅપ કેમ્પ તથા કોરોના રસિકરણનો તૃતિય કેમ્પ સફળતાપૂર્વક યોજાયેલ હતો. જેમાં બહોળી સંખ્યામાં જામનગરની જનતાએ લાભ લીધો હતો.
18 થી 45 વર્ષ ઉંમરની વ્યક્તિઓ કેમ્પ સ્થળ પર જ સ્પોટ રજીસ્ટ્રેશન કરી રસિકરણ કરવામાં આવ્યું. તેમજ દરેક રસિકરણ લેનાર નાગરિકોને જસ્ટ બેક ઇટ તરફથી ફૂડ કીટ પણ અર્પણ કરી હતી. આ કેમ્પમાં સોની સમાજના પ્રમુખ ધીરેન મોનાણી તેમજ કૃણાલ સોની જેસીઆઇ જામનગરના પ્રમુખના તમામ ડોકટર અને આરોગ્ય કેન્દ્રની ટીમના હસ્તે દિપ પ્રાગટય કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં જેસીઆઇ જામનગરના પાસ્ટ પ્રેસી. વિપુલભાઇ કોટક, નિરજભાઇ દત્તાણી, હેમાંશુભાઇ જેઠવા, જેસી મનીષભાઇ રાયઠઠ્ઠા, જેસી સમીર જાની તેમજ જેસીઆઇ જામનગરના પ્રથમ ઝોન પ્રેસિ. જેસીઆઇ સેનેટર હિતુલભાઇ કારીયા, ઝોન ઓફિસર હુઝેફા હજુરીએ હાજરી આપી. મેમ્બરોમાં ઉત્સાહ વધાર્યો હતો. આ કેમ્પને સફળ બનાવવા સોની સમાજના આરોગ્ય મંત્રી જયસુખભાઇ પારેખ, જેસીઆઇ જામનગરના પ્રોજેકટ ચેરમેન જેસી ધૈર્ય બદીયાણી, સેક્રેટરી જેસી ભાવિન જડીયા, કો.ચેરમેન જેસી જીગ્નેશ ચાંગાણી, જેસી સૂચિત જાની, જેસી ખીલન પાટલીયા, જેસી હિતેન મોનાણી, જેસી ધ્યેય કોટક, જેસી જીગ્નેશ ભટ્ટ, જેસી તેજસ રાઠોડ, જેસી હર્ષિત જાની તેમજ સોની સમાજના ઉપપ્રમુખ રીટાબેન ઝિંઝુવાડીયા, હેતલબેન વજાણી, પ્રવિણભાઇ ગુસાણી, અનંતરાય ઘેડીયા, અશોકભાઇ મોનાણી, જગદીશભાઇ ગુસાણી, કિશોરભાઇ પાટલીયા, પંકજભાઇ મોનાણી, ચંદ્રકાંતભાઇ વારીયા, પરેશ ભુવા, મિલન વજાણી, નવીન ચરાડવા તેમજ જેસીઆઇ જામનગરના હોદ્ેદારો અને વિશા શ્રીમાળી સોની સમાજના મહાસમિતિના હોદેદારો દ્વારા જહેમત ઉઠાવી હતી.