Saturday, December 28, 2024
Homeરાજ્યગુજરાતરાજ્યમાં પ્રતિબંધો હળવા કરાયા : 11 જુનથી આ સેવાઓ શરુ, દુકાનદારોને 1...

રાજ્યમાં પ્રતિબંધો હળવા કરાયા : 11 જુનથી આ સેવાઓ શરુ, દુકાનદારોને 1 કલાકની રાહત

રાત્રી કર્ફ્યું યથાવત

- Advertisement -

આજે રોજ મુખ્યમંત્રી વિજય રૂપાણીની હાજરીમાં કોર કમિટીની બેઠક મળી હતી. જેમાં કોરોનાના કેસ હળવા થતાં અમુક છુટ આપવામાં આવી છે. 11 જુનથી જામનગર સહીત રાજ્યની તમામ દુકાનો સાંજે 7 વાગ્યા સુધી ખોલી શકાશે. ધાર્મિક સ્થાનો, હોટેલ, રેસ્ટોરન્ટ, જીમ પણ નક્કી કરેલ ગાઈડલાઈન મુજબ ખોલી શકાશે. ટેક અવેને રાત્રીના 9 વાગ્યા સુધી તેમજ હોમ ડીલીવરીને રાત્રે 12 વાગ્યા સુધી છુટ આપવામાં આવી છે. 11 જૂનથી 26 જૂન સુધી આ નિર્ણય અમલી રહેશે. રાત્રિ કર્ફ્યુનો અમલ રાત્રે 9 સવારે 6 વાગ્યા સુધીના દિવસો દરમિયાન 26 જુન સુધી દરરોજ કરવાનો રહેશે.

- Advertisement -

જાણો શુ ખુલશે ?

હોટલ, રેસ્ટોરન્ટ માલિકોને સરકારની મોટી રાહત મળી છે. સવારે 9 થી સાંજે 7 સુધી  50 ટકા ક્ષમતા સાથે ગ્રાહકોને બેસાડી શકાશે.11 જૂનથી 26 જૂન સુધી આ નિર્ણય અમલી રહેશે. ટેકઅવે રાત્રે 9 સુધી,હોમ ડિલીવરી રાત્રે 12 સુધી છૂટ આપવામાં આવી છે.

- Advertisement -

વેપાર,ધંધાને પણ વધુ એક કલાકની રાહત આપવામાં આવી છે. હવેથી સાંજે 7 વાગ્યા સુધી તમામ દુકાનો, વાણિજ્યિક એકમો, લારી-ગલ્લા, શોપિંગ કોમ્પલેક્સ, માર્કેટયાર્ડ, હેર કટીંગ સલૂન, બ્યુટી પાર્લર તેમજ અન્ય વ્યાપારિક ગતિવિધિ આ સમયગાળા દરમિયાન સવારે 9 થી સાંજના 7 સુધી ચાલુ રાખી શકાશે. અગાઉ 6 વાગ્યા સુધી દુકાનો ખુલ્લી રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. કોરોનાના કેસ ઘટતા રાજ્યમાં મોટા ભાગની ગતવિધિઓને છુટ આપવામાં આવી છે.

રાજ્યના તમામ ધાર્મિક પણ સ્થાનો 11 જૂનથી ખુલશે. પરંતુ એકી સાથે 50 દર્શનાર્થીઓને જ મંદિરમાં પ્રવેશવા દેવામાં આવશે અને માસ્ક સહીતના તમામ નિયમોનું પાલન કરવાનું રહેશે.

- Advertisement -

લાઈબ્રેરી 50 ટકા ક્ષમતા સાથે ખોલવાની મંજુરી આપવામાં આવી છે. તેમજ જીમ 50 ટકા ક્ષમતા સાથે ખોલવા મંજૂરી અપાઈ છે. બાગ બગીચા પણ સવારે 6 થી સાંજે 7 વાગ્યા સુધી ખોલી શકાશે.

રાજકીય, સામાજિક કાર્યક્રમમાં 50 લોકોને મંજૂરી આપવામાં આવી છે તેમજ ધાર્મિક સ્થાનોમાં એક સાથે 50 થી વધુ લોકો ભેગા નહીં કરી શકાય

રાજ્યના જે વિદ્યાર્થીઓ વિદેશ અભ્યાસ માટે જરૂરી પરીક્ષાઓ IELTS TOEFLવગેરે આપવાના હોય તેવા વિદ્યાર્થીના હિતને ધ્યાનમાં લઈને મુખ્યમંત્રીએ આ પરીક્ષાઓ એસ.ઓ.પી.ના પાલન સાથે યોજવાની પણ છૂટ આપી છે


શહેરી બસ સેવાઓ અને એસટી બસ જેવી પબ્લિક બસ સર્વિસ ૬૦% પેસેન્જર ક્ષમતા સાથે ચાલુ રાખી શકાશે

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular